રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારથી પ્રચાર શરૂ કરતાં કહ્યું, દેશના પહેલા માલિક જ આદિવાસીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. દરેક રાજકીય પાર્ટીઓએવડાપ્રધાનનો કટાક્ષ, જેમને પદ પરથી હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે ઉમેદવારોના લીસ્ટ પણ જાહેર કરી દીધા છે. સાથે સાથે દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર પણ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જેવા રાજકીય મોટા ગજ્જાના નેતાઓ આજે ગુજરાતમાં છે. અને દરેક નેતાઓ પોતપોતાની પાર્ટીઓ માટે પ્રચાર પણ કરી રહ્યા છે.
આ સમયે રાહુલ ગાંધી આજે ચૂંટણીની જાહેરાત પછી પહેલીવાર ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમા આવ્યા છે. સુરતમાં સૌપ્રથમ જનસભાને સંબોધીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કાર્ય હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના લોકો તમને આદિવાસી નથી કહેતા તેઓ તમને વનવાસી કહે છે. ભાજપના લોકો તમને એવું નથી કહેતા કે તમે ભારતના પ્રથમ માલિક છો પરંતુ તે એવું કહે છે કે તમે જંગલમાં રહો છે. ભાજપનથી ઈચ્છતી કે તમારો વિકાસ થાય. જંગલમાંથી બહાર નીકળી તમે શહેરમાં જઈ વસો. થોડા સમય પછી તેઓ જંગલ છીનવાનું કામ કરશે અને 5-10 વર્ષ બાદ જંગલ તેમન ઉધોગપતિ મિત્રોના હાથમાં હશે. તમારા માટે રહેવા માટે કોઈ જગ્યા નહિ હોય. ત્યારે તમારી પાસે શિક્ષણ નહી હોય, સ્વાસ્થ્ય નહિ હોય અને રોજગાર પણ નહી મળે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસનો ખેલ કોણ બગાડી શકે છે, શું આ ગણિતને યોગ્ય કરવામાં રાહુલને સફળતા મળશે?
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે. આ દેશ તમારો છે અને તમને જ મળવો જોઈએ. તેમજ દેશના દરેક હક પણ તમને મળવા જોઈએ. તમને રોજગાર મળવો જોઈએ, સારું સ્વાસ્થ્ય મળવું જોઈએ, રામારા બાળકોને સારા શિક્ષણની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળવું જોઈએ. તમે વનવાસી નહિ પરંતુ આદિવાસી છો. આ દેશ તમારો છે અને તમને જ મળવો જોઈએ. આ દેશમાં તમારી જમીનની રક્ષા થશે, તમને શિક્ષણ-સ્વાસ્થ્ય મળશે અને યુવાઓને રોજગાર મળશે. અમે દેશમાં જમીન અધિકાર બીલ લાવ્યા, તેમજ ફોરેસ્ટ રાઇટ એક્ટ પણ તમારી રક્ષા કરવા માટે લાવ્યા. આ ક્રાંતિકારી કાયદા હતા પણ જ્યા ભાજપની સરકાર છે તેમણે આ કાયદા લાગુ નથી કર્યા, તે આ કાયદાને ખોખલા કરે છે લાગુ નથી કરતા.”
ભાજપ નથી ઇચ્છતુ કે તમે શહેરોમાં રહો કે તમારા બાળક એન્જિનિયર કે ડોક્ટર બને, હવાઇ જહાજ ઉડાવતા શીખે, અંગ્રેજી બોલે. તે ઇચ્છે છે તમે જંગલમાં રહો. તેમજ તે અહી અટકતા નથી પાછા તે તમારી પાસેથી જંગલ છીનવવાનું કામ પણ શરૂ કરી દે છે. આજથી તેમનું કામ ચાલતુ ગયુ તો પાંચ-10 વર્ષ પછી જંગલ તેમના 2-3 ઉદ્યોગપતિ મિત્રોના હાથમાં હશે. તમારે રહેવાની કોઇ જગ્યા નહી હોય,તમારૂ શિક્ષણ નહી હોય, તમને સ્વાસ્થય અને રોજગાર નહી મળે.
તેમજ વધુમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, કોંગ્રેસ અને ભાજપમાં આ ફરક છે. અમે તમને મનરેગા આપ્યુ, રોજગાર, સ્કોલરશિપ, જમીન અધિકાર આપ્યા છે. જયારે ભાજપે આ માંથી તમને કઈ નહિ આપે. તે માત્ર તમારી જમીન તમારી પાસેથી છીનવી લે છે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે એક તરફ કોંગ્રેસ છે અને બીજી તરફ ભાજપ. એક તરફ તમારી જમીન, તમારા હક, શિક્ષણ-સ્વાસ્થ્ય છે અને બીજી તરફ દુ:ખ અને તમારા અધૂરા સપના છે. સરકારનું કામ તમારો અવાજ સાંભવાનો છે. જેવી રીતે અમે ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ, રસ્તા પર ચાલીને પગમાં છાલા પડાવીને અમે તમારી વાત સાંભળવાનું કામ કરી રહ્યા છીએ.