ફિલિપાઇન્સથી લગ્ન કરવા યુવતી આવી પહોંચી ગુજરાતના સુરતમાં, જાણો આ ઈન્ટરનેશનલ લવ સ્ટોરી વિષે…
સોશિયલ મીડિયા પર આ લવ સ્ટોરી ખૂબ ચર્ચાય રહી છે. આ ઈન્ટરનેશનલ લવ સ્ટોરીની ચર્ચાનું કારણ છે કે બંન્નેએ એકબીજા થી કઈ પણ છુપાવ્યું નથી અને ફિલિપાઇન્સથી યુવતી સુરતના યુવક સાથે લગ્ન કરવા આવું પહોચી. જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
“સાત સમુંદર પર મેં તેરે પીછે પીછે આ ગઈ”, “પ્યાર કિયા તો ડરના ક્યાં, પ્યાર કિયા હૈ કોઈ ચોરી નહિ” આ ગીતોની પંક્તિઓને સાર્થક કરે છે આ ઈન્ટરનેશનલ લવ સ્ટોરી. સામાન્ય રીતે તો આવું કોઈ મુવી કે ટીવી પર આવતા શોમાં જ જોવા મળે છે. પરંતુ આવું રીયલ લાઈફમાં જોવા મળે છે ખરું ..? આવી જ એક વાસ્તવિક ઈન્ટરનેશનલ લવ સ્ટોરી હાલ ચર્ચાનો વિષય બની છે.
તમે મુવી કે કોઈ શોમાં જોયું હશે કે પ્રેમ માટે કોઈ વ્યક્તિ સાત સમુંદર પર કરીને તેના પ્રેમી પાસે પહોચી જાય છે. આવી જ રીયલ લાઈફ લવ સ્ટોરી હાલ ચર્ચામાં છે. જેમાં એક યુવતી ફિલિપાઇન્સથી ગુજરાતના સુરત શહેરમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરયા છે.
આ યુવક કોણ છે ?
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ યુવક કોઈ ધનવાન પરિવારનો નથી. તેમજ આ યુવક દિવ્યાંગ પણ છે. સુરતના વરાછામા રહેતા આ યુવકનું નામ કલ્પેશ કાછડિયા છે. તેમજ કલ્પેશ એક પાનની દુકાન ચલાવે છે.
આ પણ વાંચો : મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકમાં શું છે ફર્ક?
કેવી રીતે શરુ થઈ આ લવ સ્ટોરી
2017માં ફેસબુક પર ફિલિપાઇન્સની રેબેકા નામની યુવતી સાથે સુરતના કલ્પેશની ચેટના માધ્યમથી વાતચીતની શરૂઆત થઈ હતી. તેમજ જેમ દરેક પ્રેમમાં અડચણ હોય છે તેમજ આ લવ સ્ટોરીમાં અડચણ હતી કે રેબેકા ને હિન્દી અને કલ્પેશને અંગ્રેજી ભાષા ન આવડતી ન હતી. માટે મિત્રોની મદદથી તેઓ બન્નેની વાતચીત આગળ વધી. જે થોડા સમય બાદ પ્રેમમાં બદલાઈ. તેમજ કલ્પેશ એ જણાવ્યું હતું કે રેબેકા પહેલા જ ભારત આવી જવાની હતી. પરંતુ લોકડાઉનનના કારણે આવી ન શકી હતી.
20 નવેમ્બરે બંધાયા લગ્ન બંધનમાં
આ ઈન્ટરનેશનલ લવ સ્ટોરીની ખસિયત એ પણ છે કે બન્નેએ એકબીજાથી કઈ પણ છુપાવ્યું નથી. રેબેકાના પતિનું નિધન થઈ ગયું છે અને કલ્પેશ દિવ્યાંગ હોવાથી તેણે લગ્ન ન કર્યા હતા. જેની જાણ બંન્નેએ એકબીજાને પહેલા જ કરી હતી. તેમજ બંન્નેની ઉંમર પણ આશરે 45 ની આસપાસ છે. 20 ઓક્ટોબર 2022, દિવાળી પર રેબેકા ભારત આવી હતી. ગતરોજ બંન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.
કોણ છે રેબેકા ?
રેબેકા બ્યુટીશ્યનના વ્યવસાય સાથે સાંકળયેલી છે. તેમજ તેને ખૂબ જ સદાય સાથે લગ્ન કલ્પેશ સાથે લગ્ન કાર્ય. આ સાથે જ ક મહત્વની વાત એ પણ છે લગ્ન બાદ રેબેકા માત્ર દેશની ફોર્માલીટી પૂર્ણ કરવા માટે ફિલિપાઇન્સ જશે અને ત્યારબાદ તે કાયમ માટે સુરતમાં સ્થાઈ થવાનો નિર્ણય કર્યો છે.