ટોપ ન્યૂઝનેશનલ

પુણે-બેંગલુરુ હાઈવે પર 48 જેટલા વાહનો અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

પુણે-બેંગલુરુ હાઈવે પર રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત પુણેના નવલે બ્રિજ પર થયો હતો. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં લગભગ 48 વાહનોને નુકસાન થયું છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે.

મુંબઈ-બેંગ્લોર હાઈવે પર એક પુલ પાસે 48 જેટલા વાહનો એક ટ્રક સાથે અથડાયા હતા. અકસ્માતમાં આ વાહનોને નુકસાન થયું હતું અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના રવિવારે મોડી સાંજે બની હતી. જ્યારે કન્ટેનર પુલ નજીક ઢોળાવ પરથી ઉતરતી વખતે કાબૂ ગુમાવી બેઠો હતો અને સામેથી આવતા વાહનોને ટક્કર મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ કન્ટેનરની બ્રેક ફેલ હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડના જવાનો, પોલીસકર્મીઓ અને રાહદારીઓ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘાયલોને બે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

સ્થાનિક પોલીસ અને પુણે શહેર અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની ફાયર સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના નવલે બ્રિજ વિસ્તારમાં રાત્રે લગભગ 8.30 વાગ્યે બની હતી. પીએમઆરડીએ ફાયર વિભાગના ફાયર ઓફિસર સુજીત પાટીલે જણાવ્યું હતું કે, કેટલાક ઘાયલોને નજીકમાં રહેતા નાગરિકો દ્વારા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કચ્છ રાપરના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહે કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈને યોગ્ય પ્રોટેક્શન આપવાની માગ કરી

સિંહગઢ રોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અકસ્માત નવલે પુલ પર થયો હતો. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતના કારણો હજુ જાણવા મળ્યા નથી. બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઈવરે ટ્રક પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વધુ ઢાળ અને વધુ ઝડપે દોડતા વાહનોના કારણે અવારનવાર આવા અકસ્માતો થતા રહે છે. જો કે હજુ સુધી ઘાયલોની વિગતો જાણવા મળી નથી. પરંતુ અકસ્માતમાં 30 જેટલા વાહનોને ભારે નુકસાન થયું છે. વાહનોના કાચ તુટી ગયા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સાથે ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે. લોકોને અકસ્માત સ્થળેથી દૂર લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

અગાઉ પણ મોટો અકસ્માત થયો હતો

હાલમાં જ પુણેમાં જ્ઞાન પ્રબોધની સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. માનગાંવ રાયગઢ રોડ પર ઘરોશી વાડી પાસે બસ ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ પહેલા 16 ઓક્ટોબરે રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં એક ભયાનક અકસ્માત થયો હતો. પુરપાટ ઝડપે આવતી બસે સાત વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત પુણેના ચાંદની ચોક વિસ્તાર પાસે થયો હતો.

Back to top button