ટોપ ન્યૂઝનેશનલ

વૈશાલીમાં ગમખ્વાર અકસ્માત: વૃક્ષ નીચે પૂજા-પાઠ કરતા ટોળાને ટ્રકે કચડતા 12 લોકોના મોત

બિહારના વૈશાલી જીલ્લામાં રવિવાર સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત લગભગ 12 લોકોના મોત થયા છે. આ ઘટના વૈશાલીના દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારના નયાગંજ-28 ટોલામાં બની હતી. કેટલાક ગામના લોકો ગામમાં પૂજા કરવા જતા હતા ત્યારે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાના સમાચાર મળતા જ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકોના પરિવારજનોને 2-2 લખું રૂપિયા અને ઘાયલોને 50,000 રુપીયા વળતર આપવા જાહેરાત કરી છે. તેમજ આ ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટર કરતા લખ્યું કે, વૈશાલી બિહારમાં થયેલ અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રીલીફ ફંડ)માંથી દરેક મૃતક પરિવારજનોને રૂપિયા 2 લાખનું વળતર આપવામાં આવશે. તેમજ ઘાયલોને રૂપિયા 50,000 આપવામાં આવશે.

આ ઘટના પર મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે જીલ્લા વહીવટતંત્રને નિર્દેશ આપ્યો હતો. દરેક મૃતકના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું  વળતર આપવા જાહેરાત કરી હતી. અ ઘટના રાજ્યની રાજધાનીથી આશરે 30 કિલોમીટર દુર ઉતરપ્રદેશના બિહાર જિલ્લાના દેશરી પોકીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી.

એક ધાર્મિક શોભાયાત્રા સ્થાનિક દેવતાની પૂજા માટે રસ્તાની બાજુના પીપળના વૃક્ષ નીચે સામે એકત્ર થઈ હતી. જેને સ્થાનિક લોકો ભુઈયા બાબાના નામે ઓળખે છે. આ દરમિયાન એક બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર

આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા ટ્રક ડ્રાઈવર પર આરોપ લગાવાયો છે કે તે દારૂ પીને ટ્રક ચલાવતો હતો. તેમજ મૃતકોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. હાલ પોલીસે ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો છેઅ અને તબીબી સારવાર અને તપાસ બાદ દારૂ પીવાના આરોપ વિષે જણાવવા કહ્યું છે. વૈશાલી ડીએમ નઈમે મૃતકના પરિવારજનોને ખાતરી આપી હતી કે, તેમને વળતર મેળવવામાં કોઈ મુશ્કેલી નહિ પડે. તેમને આગામી 3 દિવસમાં વળતર આપી દેવામા આવશે.

Back to top button