ટ્રેન્ડિંગમનોરંજન

 કેન્દ્રીય મંત્રીએ અનુરાગ ઠાકુરે કરાવ્યો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો પ્રારંભ : કહ્યું- ભારતન બનશે વૈશ્વિક કન્ટેન્ટ હબ

આજથી ગોવા ખાતે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા(IFFI) શરૂ થઈ રહ્યો છે. આ ફેસ્ટિવલની 53મી આવૃત્તિના ઉદઘાટન સમારોહમાં અજય દેવગન, કાર્તિક આર્યન, પંકજ ત્રિપાઠી, મનોજ બાયપાયી, સુનીલ શેટ્ટી, વરુણ ધવન અને સારા અલી ખાન ખાન જેવા ઘણાં બોલિવૂડ અભિનેતાઓએ હાજરી આપી હતી. આ સિવાય આ સમારોહમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું  કે આજથી શરૂ થતાં આ ફિલ્મ ફેસ્ટિવલમાં સરકારનો હેતુ IFFIને કન્ટેન્ટ, ફિલ્મ નિર્માણ અને શૂટિંગ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવવાનો છે.

આ પણ વાંચો : કોણ છે આમીર ખાનનો જમાઈ નૂપુર શિખરે ?

79 દેશોની ફિલ્મો દર્શાવવામાં આવશે

અહેવાલો અનુસાર આ વખતે ફેસ્ટિવલમાં 79 દેશોની 280 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. આ સાથે હિન્દી સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોનું પ્રીમિયર પણ કરવામાં આવશે. આજથી શરુ થયેલો  આ ફિલ્મ ફેસ્ટિવલ 28 નવેમ્બર 2022 સુધી ચાલશે.

IFFI 2022 - Hum Dekhenge News
International Film Festival of India 2022, Goa

આ ફિલ્મ ફેસ્ટિવલ એશિયાનો સૌથી મોટો તહેવાર : અનુરાગ ઠાકુર

ઓપનિંગ સેરેમની પહેલા મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું, ‘IFFI એ એશિયાનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ છે અને આ તેની 53મી એડિશનમાં છે…, અમે આ ફેસ્ટિવલને એક પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ જ્યાં દેશના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકો અને કલાકારો થકી વિશ્વને તેમની ફિલ્મો પ્રદર્શિત કરવાની તક મળે  અમે ભારતને ગ્લોબલ કન્ટેન્ટ હબ બનાવવા માંગીએ છીએ, પછી તે કન્ટેન્ટ ક્રિએશન હોય, કો-પ્રોડક્શન હોય કે શૂટિંગ હોય.

ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનશે

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરતી વખતે, અમે ભારતને ફિલ્મ નિર્માતાઓ, કો-પ્રોડક્શન, પોસ્ટ-પ્રોડક્શન માટે સૌથી મોટું સ્થળ બનાવવાની યોજના બનાવીએ છીએ. અમે દેશને વિશ્વનું સૌથી મોટું બજાર બનાવવા માંગીએ છીએ. મને ખાતરી છે કે ભારતમાં પ્રશિક્ષિત અને લાયકાત ધરાવતા માનવબળ સાથે તમામ ક્ષમતાઓ અને સંભાવનાઓ છે. આવી ટેક્નોલોજી હવે ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહી છે, જે પ્રાદેશિક સામગ્રીને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે સક્ષમ છે.’

Back to top button