સુરતમાં AAP નેતાએ ભાજપના વિનુ મોરડીયાએ ગુંડાગીરી ચાલુ કરીના “સબૂત” આપ્યા
સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં નેતાઓ ભાષણબાજી છોડી ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે સુરતમાં અરાજકતા ફેલાવવાના પ્રયત્નો કેટલાક લોકો કરવા લાગ્યા છે. જેમાં પાર્ટીની છબી ખરડીને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો થઇ રહ્યાં છે. જેમાં આમ આદમી પાર્ટીને દબાવવા માટે ભાજપે આક્રમક રણનીતિ અપનાવી છે. જો કે આવા સમચે અચાનક ગોપાલ ઇટાલિયાના એક ટ્વીટથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો: નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો
વિનુ મોરડીયાએ આ પ્રકારની ગુંડાગીરી ન કરવી પડી હોત
ભાજપ દ્વારા હજી આ બાબતે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને આક્રમક રીતે ઉપાડવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા લખ્યું કે,આખરે ભાજપીયાઓ પોતાના અસલ સ્વરૂપ પર આવી ગયા. કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયાએ કેબિનેટ મંત્રી વિનુ મોરડીયાએ ગુંડા મોકલીએ આમ આદમી પાર્ટીના બેનર તથા સાયકલ પ્રચારના હોર્ડિંગમાં તોડફોડ કરાવી હતી. જો પાંચ વર્ષમાં કામ કર્યા હોય તો વિનુ મોરડીયાએ આ પ્રકારની ગુંડાગીરી ન કરવી પડી હોત.
तो आखिर भाजपाई लोग आ गए अपने असल रूप में।
कतारगाम भाजपा के प्रत्याशी एवं केबिनेट मंत्री विनु मोरडीया ने गुंडे भेजकर आम आदमी पार्टी के बैनर व साइकिल प्रचार होर्डिंग को फड़वाया।
पिछले पांच साल में जनता का काम किया होता तो @vinod_moradiya इस टाइप की गुंडागिर्दी नही करनी पड़ती। pic.twitter.com/DNDh7fDUs7
— Gopal Italia (@Gopal_Italia) November 20, 2022
આ પણ વાંચો: AAP સામે કોંગ્રેસ-ભાજપ સાથે? કેજરીવાલે પોતાને ભાજપનો મુખ્ય ચેલેન્જર ગણાવ્યો
ગોપાલ ઇટાલિયા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો
ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો અને કેટલીક તસ્વીરો ટ્વિટરના માધ્યમથી જાહેર કરી છે. જેમાં કેટલાક લોકો આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર માટે રખાયેલી સાયકલોમાં લગાવાયેલા પોસ્ટરો ફાડી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ અને વિનુ મોરડીયાના કેટલાક ગુંડાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાના આરોપો લગાવ્યા હતા.