ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp Business New Feature : હવે ઘરે બેઠા WhatsApp પર કરી શકશો શોપિંગ

Text To Speech

META ની માલિકીની WhatsAppએ તેની બિઝનેસ એપ માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. વ્હોટ્સએપ બિઝનેસ એપના યુઝર્સ હવે એપમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકશે. હવે વ્હોટ્સએપ બિઝનેસ એપમાં કોઈ પણ બ્રાન્ડનું ખરીદ-વેચાણ કરી બિઝનેસ કરી શકાશે. જો કે આ સુવિધા હાલમાં માત્ર બ્રાઝિલ, કોલંબિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને યુકેમાં ઉપલબ્ધ થઈ છે. પરંતુ ટૂંક જ સમયમાં તેને ભારત સહિત અન્ય દેશોમાં પણ બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો : લોકેશન બંધ હશે તો પણ Google કરી શકે છે તમને ટ્રેસ : અમેરિકામાં થયો ખૂલાસો

WhatsApp Business - Hum Dekhenge News
WhatsApp Business New Feature

WhatsApp નંબરથી થઈ શકશે કોઈ પણ કંપની અથવા બ્રાન્ડનો સંપર્ક

વોટ્સએપે આ ફીચરને લઈને એક બ્લોગ પણ શેર કર્યો છે, જેમાં ફીચર્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. નવા અપડેટ પછી, તમે ફક્ત તેના WhatsApp પ્રોફાઇલ પર આપેલા નંબરથી કોઈ પણ કંપની અથવા બ્રાન્ડનો સંપર્ક કરી શકશો. વોટ્સએપના આ નવા અપડેટથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેમની પાસે પોતાની બ્રાન્ડની વેબસાઈટ નથી.વ્હોટ્સએપે કહ્યું છે કે બિઝનેસ એપમાં પણ યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા અકબંધ રહેશે. આ સિવાય વ્હોટ્સએપમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનો વિકલ્પ પણ શરુ કરવામાં આવશે.

WhatsApp Business - Hum Dekhenge News
WhatsApp Business

WhatsApp Business બનશે ઈ-કોમર્સ સાઇટ

નવા અપડેટ બાદ WhatsApp Business એપ ઈ-કોમર્સ સાઇટ બની જશે. જેથી કંઈપણ વસ્તુ  ખરીદવા માટે તમારે કોઈ અન્ય વેબસાઈટની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં અને એપમાંથી જ સીધો કોઈપણ વસ્તુનો ઓર્ડર આપી શકાશે. WhatsAppનું આ ફીચર મોટાભાગે JioMartના મોડલ પર આધારિત છે.

Back to top button