કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ભાજપને જીતાડવાની કમાન સ્ટેજ ઉપર બેઠેલાઓએ નહીં પણ સામે રહેલી જનતાએ સાંભળી : પીએમ મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 89 બેઠકો ઉપર મતદાન આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ થવાનું છે ત્યારે સૌરાષ્ટ્ર અંકે કરવા અને તેમાં પણ ખાસ કરીને 2017માં જે બેઠકો કોંગ્રેસે જીતી હતી તેને પરત મેળવવા ભાજપનું મિશન સૌરાષ્ટ્ર શરૂ થયુ છે. જેમાં વડાપ્રધાને એક દિવસમાં ચાર સભા કરી છે. વેરાવળ, ધોરાજી, બોટાદ બાદ અમરેલીમાં સભા કરી હતી. 2017 માં અમરેલીની તમામ 5 સીટ કોંગ્રેસ જીતી હતી. તેમાં પાટીદાર ફેક્ટરની વ્યાપક અસર થઈ હતી. જેમાં આજે વડાપ્રધાને અમરેલીમાં સંબોધન કર્યું છે. તેમાં જણાવ્યું છે કે આપણી ધરા સંતો અને કર્મયોગીની ધરા છે. સ્ટેજ પર બેઠેલા નહીં પણ સામે બેઠેલાએ કમાન સાંભળી લીધી છે. PM દ્વારા ફિર એક બાર મોદી સરકારના નારા લગાવાયા છે. ઉપરાંત પોતાના ભાષણમાં તેઓએ છેલ્લા 20 વર્ષમાં જીવનમાં બદલાવ આવ્યા છે, કૃષિ વિભાગ અમરેલીમાં રિઝર્વ થઈ ગયો છે, પીપાવાવ પોર્ટનું નામ જૂનું છે પણ જીવતું છે, પીપાવાવ પોર્ટ જિલ્લાની સકલ બદલવાનું છે, ઉત્તર ભારતનો કોરિડોર પીપાવાવથી જોડાવવાનું છે, ઇતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેરાશે એનો વિશ્વાસ કરજો, પાણીની પરમેશ્વરની જેમ પૂજા કરો તો પરમેશ્વર પણ પાણી આપે છે તેવું કહ્યું હતું.

ખેતીને આધુનિક બનાવવાનું કામ કર્યું, આજે ચાર યુનિ. ચાલે છે

વધુમાં મોદીએ કહ્યું હતું કે, પહેલા હેન્ડ પંપથી પાણી પહોચતું હતું. આજે અમરેલીમાં પાઇપલાઇનથી પાણી પહોંચે છે. પહેલા હેન્ડ પંપથી પાણી પહોચતું હતું. ટ્રાન્સફોર્મર બળી જાય તો એને બદલતા 2 કે 3 મહિના થઈ જતાં. ખેડૂત આજે 3 પાક લેતો થયો છે. સરકારે ખેતીને મહાસંકટથી ઉગારી છે. અમે ડેરી બનાવવાના નિયમો બનાવ્યા છે. આપણે પશુઓના ટીકાકરણ માટે અભિયાન ચલાવી રહ્યા છીએ. આજે ગુજરાતમાં કેનાલનું મોટું નેટવર્ક છે. પહેલા 1 કૃષિ યુનિવર્સિટી હતી આજે 4 યુનિવર્સિટી છે. કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લોકોને મળી રહ્યો છે.

ગુજરાતમાં કૃષિ વિકાસ દર ડબલ ડિજીટમાં

અમરેલીમાં અમે સરકારી સ્કૂલની સંખ્યા 50એ પહોંચાડી છે. ગુજરાતના સુકા ગણાતા આ વિસ્તારમાં શાકભાજીનું ઉત્પાદન ત્રણ ગણું વધ્યું છે. અહીંનું કમલમ ફળ વિદેશોમાં નિકાસ થાય છે. ગુજરાતમાં કૃષિ વિકાસ દર ડબલ ડિજીટમાં છે. ખેડૂત નબળોના પડે તેના માટે 2.5 લાખ કરોડની સબસિડી જાય છે. ખેડૂતોને દિવસે વિજળી મળે તેની ચિંતા કરી છે. ઓછા પાણીએ પણ પાક પકવી શકાય તેવી યોજનાઓ છે.

Back to top button