દુનિયાનો સૌથી લોકપ્રિય અને ઓલિમ્પિક કરતા પણ વધુ ક્રેઝ ધરાવતા વર્લ્ડકપ ફૂટબોલનો ફીફા 2022 આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે વિશ્વની 32 ટીમો આ વર્લ્ડકપમાં ભાગ લેશે અને વિશ્વના ટોચના ફૂટબોલ સ્ટાર્સ વચ્ચેનો રોચક મુકાબલો ચાહકોને જોવા મળશે.
ફૂટબોલની રોચકતાની વાત કરીએ તો વર્લ્ડકપમાં સૌથી વધુ બ્રાઝિલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. બ્રાઝિલ એક માત્ર દેશ છે જેણે અત્યાર સુધીના તમામ 21 વર્લ્ડકપમાં ભાગ લીધો છે. ઈટાલી અને જર્મનીએ 4-4 વખત, વર્તમાન ચેમ્પિયન ફ્રાંસ, આર્જેન્ટિના અને ઉરૂગ્વે બે-બે વખત અને ઈંગ્લેન્ડ અને સ્પેન એક-એક વખત ચેમ્પિયન બન્યા છે. આ વખતે ઈટાલી, સ્વીડન, ચીલી, ઈજપ્ત જેવી ટીમ ક્વોલિફાય નથી થઈ શકી.
આ પણ વાંચો : FIFA વર્લ્ડ કપનું એન્થમ સોન્ગ ‘લાઈટ ધ સ્કાય’ રિલીઝ, નોરાના ડાન્સે ઘેલું લગાડ્યું, ઈતિહાસ રચ્યો
આજથી ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.30 થી યજમાન કતાર અને એક્યુડોર વચ્ચે મેચથી પ્રારંભ થશે તે પછી રોજ બે કે ત્રણ મેચ રમાશે. ક્વાર્ટર ફાઈનલની મેચ 9 ડિસેમ્બરથી, સેમિફાઈનલ 14 ડિસેમ્બરથી ત્રીજા સ્થાન માટેની મેચ 17 ડિસેમ્બરે અને ફાઇનલ 18 ડિસેમ્બરે રમાશે.
32 ટીમ આઠ ગ્રુપમાં વહેંચાઈ છે
- ગ્રુપ એ: કતાર, એક્યુડોર, સેનેગલ, નેધરલેન્ડસ
- ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસ., વેલ્સ
- ગ્રુપ સી: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ
- ગ્રુપ ડી: ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ટયુનિશીયા
- ગ્રુપ ઈ: સ્પેન, કોસ્ટા રીકા, જર્મની, જાપાન
- ગ્રુપ એફ: બેલ્જીયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા
- ગ્રુપ જી: બ્રાઝિલ, સર્બિયા, સ્વિત્ઝર્લેન્ડ, કેમરૂન
- ગ્રુપ એચ: પોર્ટુગલ, ઘાના, ઉરૂગ્વે, સાઉથ કોરિયા
ટ્રોફીની શું છે વિશેષતા
દુનિયાની સૌથી મોંઘી ગણાતી ચેમ્પિયન ટીમને રૂ. 344 કરોડનું ઈનામ મળશે. વર્લ્ડકપ ટ્રોફીની કિંમત રૂ. 144 કરોડ ! 6.2 કિલો 18 કેરેટના ગોલ્ડથી બની છે. જ્યારે રનર્સઅપને રૂપિયાને 245 કરોડ મળશે. વર્લ્ડકપ ટ્રોફીમાં 6.175 કિલોગ્રામ જેટલું 18 કેરેટ (75 ટકા)ગોલ્ડ છે.
ટ્રોફીની ઉંચાઈ 36.5 સે.મી. છે અને તેના બેઝનો વ્યાસ 13 સે.મી.નો છે. ટ્રોફીમાં ઉપરની તરફ પૃથ્વીનો ગોળો દર્શાવવામા આવ્યો છે. 1994 પછી ટ્રોફીના નીચેના ભાગે એક પ્લેટ ઉમેરવામાં આવી છે, જેમાં વિજેતાના નામ અંકિત કરવામાં આવે છે. વિજેતા દેશને આ ટ્રોફીની ગોલ્ડ-પ્લેટેડ બ્રોન્ઝ રેપ્લીકા આપવામાં આવે છે. ટ્રોફીને માત્ર વર્લ્ડકપ વિજેતા જ સ્પર્શ કરી શકે છે. હાલની ટ્રોફી ૧૯૭૪થી વર્લ્ડ ચેમ્પિયનને આપવામાં આવે છે.