ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત : યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરો સામસામે, પથ્થરમારો અને કારમાં તોડફોડ કરાઈ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી અને હુમલાની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં યોગીચોકમાં આજે શનિવારે સાંજે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને એકબીજા છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. દરમિયાન કેટલાક કાર્યકરોએ પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. તેવામાં સ્થળ ઉપર પડેલી નેતાઓ અને કાર્યકરોની કારના કાચ પણ ફૂટી ગયા હતા.

પોલીસ અને નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા

આ બનાવની જાણ થતાં સરથાણા ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ડીવાયએસપી, એસીપી, ક્રાઈમબ્રાન્ચ, એસઓજી સહિતની પોલીસબ્રાન્ચ પણ દોડી આવી હતી અને કાર્યકરોની વચ્ચે પડી મામલો થાળે પાડી ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Back to top button