દેશભરમાં મોંઘવારીનો બોજો સહન કરતા સામાન્ય લોકોને વધુ એક ઝાટકો આપવામાં આવ્યો છે. દિલ્હી-NCRમાં CNG ગેસના ભાવ ફરી ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવ પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ વધેલી કિંમતો 21 મે 2022 એટલે આજથી સવારે છ વાગ્યાથી લાગુ થઈ ગઈ છે.
6 જ દિવસમાં ફરી ભાવ વધારો
દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 15 મેના રોજ દિલ્હી-NCRમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક કિલોગ્રામ CNG માટે ગ્રાહકોને 75.61 રૂપિયા ચૂકવવા પડશે.
ગાઝિયાબાદ, નોયડા અને ગ્રેટર નોયડામાં પણ CNGની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ આ શહેરોમાં CNGની કિંમત પ્રતિ કિલો 78.17 રૂપિયા થઈ ગઇ છે. આ સિવાય ગુરુગ્રામમાં રહેતા લોકોએ એક કિલો CNG માટે 83.94 રૂપિયા ચૂકવવા પડશે.
અન્ય જગ્યાના ભાવ
Indraprastha Gas Limited (IGL) has hiked the price of Compressed Natural Gas (CNG) in Delhi by Rs 2 per kg to Rs 75.61 per Kg.
For Noida, Greater Noida & Ghaziabad, the CNG price has been hiked to Rs 78.17 per Kg, while in Gurugram, it will cost Rs 83.94 per Kg. pic.twitter.com/PTNbTzrppE
— ANI (@ANI) May 21, 2022
દિલ્હી સિવાય રેવાડીમાં CNGના ભાવમાં વધારો કર્યા બાદ હવે 86.07 રૂપિયા, કાનપુરમાં 87.40 રૂપિયા, અજમેરમાં 85.88 રૂપિયા, કરનાલમાં 84.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 82.84 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચૂકવવા પડશે.CNG ગેસના ભાવ વધારાના કારણે CNG પર ચાલતા વાહનોના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકો પરેશાન થઇ રહ્યા છે.