ચૂંટણી 2022

હવે વોટર આઈડી કાર્ડ વગર પણ તમે કરી શકો છો મતદાન : જાણો શું છે રીત

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ લોકોમાં ઉત્સાહ વધતો જાય છે. આ વર્ષે નાના મોટા સૌ કોઈ લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આ વખતે નવયુવાનોમાં મતદાનને લઈને જોશ દેખાય રહ્યો છે. આંકડા અનુસાર આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેથી કહી શકાય કે આ વર્ષે ફસ્ટ ટાઈમ વોટરોની સંખ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો :ચૂંટણી પહેલા AIMIMને મોટો ફટકો, બાપુનગરના ઉમેદવારે કોંગ્રેસને જાહેર કર્યુ સમર્થન

Voter ID Card - Hum Dekhenge News
11,74,370 youth will exercise their right to vote for the first time in the Gujarat assembly elections this year.

હવે વોટર આઈડી કાર્ડ વગર પણ કરી શકાશે મતદાન

આ ફસ્ટ ટાઈમ વોટરોની સંખ્યાને ધ્યાનમાં લઈને મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં પણ સુધારા કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે મતદાર યાદીમાં નોંધણી કરાવ્યા બાદ વોટર આઈડી કાર્ડ આપવામાં આવે છે. જે મતદાન કરવા જાય ત્યારે પુરાવવા તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ તમે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી હોય અને વોટર આઈડી કાર્ડ ન મળ્યું હોય તો આ તમે હવે અન્ય પુરાવા રજૂ કરીને પણ મતદાન કરી શકો છો.

મતદાન કરવા ક્યાં પુરાવા રજૂ કરી શકાય

જો તમે મતદાર યાદીમાં તમારા નામની નોંધણી કરાવી હોય અને તમારી પાસે વોટર આઈડી કાર્ડ ન હોય તો તમે મતદાર ફોટો ઓળખ પત્ર, NPR હેઠળ આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મનરેગા જોબ કાર્ડ, આધાર કાર્ડ, ભારતીય પાસપોર્ટ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલો ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, પાનકાર્ડ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે જાહેર સાહસો પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલો ફોટો ધરાવતો ઓળખકાર્ડ, આમાંથી કોઈ પણ એક પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છે.

Back to top button