ચૂંટણી પહેલા AIMIMને મોટો ફટકો, બાપુનગરના ઉમેદવારે કોંગ્રેસને જાહેર કર્યુ સમર્થન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને હવે તે સાથે આપ પણ મેદાને છે તેમજ અન્ય પણ પાર્ટીઓ આ વખતની ચૂંટણીમાં જંપલાવી રહી છે ત્યારે હવે ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે. અમદાવાદની બાપુનગર સીટ પરથી AIMIMએ શાનવાઝ ખાન પઠાણને મેદાને ઉતાર્યા હતા. જેમણે આજે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર હિમતસિંહ પટેલને સમર્થન જાહેર કરી દીધુ છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં 100% મતદાનનો લક્ષ્યાંક : શાળા કોલેજોમાં 7.40 લાખ સંકલ્પપત્રો ભરાયા
AIMIMના ઉમેદવારે જાહેર કર્યું સમર્થન
હાલ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે બાપુનગરની સીટ પરથી AIMIM ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા AIMIMને ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડ્યો છે. ત્યારે આજે શાનવાઝે AIMIMનો સાથ છોડીને કોંગ્રેસનો ખેંસ ધારણ કરી લીધો છે. જેમનુ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતુ.
શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો ભત્રીજો છે. તેમજ આજે ફોર્મ પરત લઇને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતા બાપુનગર બેઠક પર કોંગ્રેસને થોડી રાહત મળી છે.