સાધ્વીજી મહારાજને નિવાસી સંગઠનમાંથી રોડ પર લાવવામાં આવ્યા, આ તે કેવી દુર્દશા
જૈન સાધ્વી પ્રત્યે સૌ કોઈને આદર રહેલું હોય છે અને તેમાં પણ તેમના સ્થાનિક વસવાટ સમયે તમામ જૈન ધર્મીઓ તેમની આગતા સ્વાગતા કરવામાં કોઈ જ કસર છોડવામાં આવતી પરંતુ હાલમાં એક દિલ દુભાવનારી ઘટના સામે આવી છે જેમાં મુમુક્ષુઓને આશ્રયસ્થાનમાંથી બહાર રહેવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણે ઐતિહાસિક જૈન મુનિશ્રીઓનો ચાતુર્માસ પ્રવેશ
માહિતી અનુસાર અમદાવાદ શાહીબાગમાં આવેલ શ્રીમલ્લિનાથ જૈન સ્થાનકના રહેવાસીઓ વર્ષોથી સંઘમાં ચાતુર્માસ કરે છે. સંઘના કેટલાક લોકો થોડા મહિના પહેલા રાત્રે સાધ્વીજી મહારાજને જોધપુર લઈ ગયા હતા. પરંતુ સંઘના લોકોને ભૂલનો અહેસાસ થયો હતો અને તેમને ફરી તેમના આશ્રયસ્થાનમાં પાછા લાવવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમનો ત્યાં જ સમાવેશ કરવામાં આવી રહ્યો નથી.
સૌથી દુખદ ઘટના એવી છે કે, આ મુમુક્ષુઓને મહારાજ સાહેબને આશ્રયસ્થાનમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો. મોટી સંખ્યામાં મુમુક્ષુ આત્માઓ સંઘના ભરોસે દીક્ષા લેતા હોય છે ત્યારે સંઘના અમુક લોકો જ મહારાજ સાહેબને આશ્રયસ્થાનમાંથી બહાર ફેંકી દે છે તે કેટલું યોગ્ય છે.
આ પણ વાંચો : GCCI દ્વારા અમદાવાદ શહેરના ભવ્ય વારસાની ઉજવણી કરાઈ
આ મુદ્દે જૈન સમાજની અંદર ભારે હોબાળો મચ્યો છે. આ માટે હાર્દિક હુંડિયા તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને મુમુક્ષુઓના માટે આશ્રયસ્થાનો પર યોગ્ય વ્યવસ્થા થાય અને તેમને ઝડપથી ફરી સ્થાનિક વસવાટમાં સ્થાન મળે તેવી જ તેમની માંગણી છે.