નેશનલબિઝનેસ

RBIએ એક મહિનામાં બજારમાંથી રૂ. 67,000 કરોડ કેમ લેવા પડ્યા?

Text To Speech
  • ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો
  • ભારતીય મુદ્રાની લિક્વિડીટી વધારવા ભરાયુ પગલુ     

ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBIએ એક મહિના કરતા પણ ઓછા સમયમાં બજારમાંથી 8 અબજ ડોલર એટલે કે રુ. 67000 કરોડ લીધા છે. આરબીઆઇએ આ પગલુ વિદેશી મુદ્રા અને રૂપિયાની લિક્વિડિટી વધારવા માટે ભર્યુ છે. કેન્દ્રીય બેન્કે આ મોટી રકમ દિવાળીના અઠવાડિયા પછીથી ઉઠાવી છે. ભારતના વિદેશી મુદ્રા ભંડાર(foreign exchange reserves)આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી લગભગ 100 અબજ ડોલરનો ઘટાડો થયો છે. foreign exchange reserves છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી વધી રહ્યો છે.                                                          RBIએ એક મહિનામાં બજારમાંથી રૂ. 67,000 કરોડ કેમ લેવા પડ્યા? hum dekhenge news

વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાની આવી થઇ અસર
28 ઓક્ટોબર વાળા વિકેન્ડમાં રિઝર્વ 14 મહિનામાં પોતાની તેજ ગતિથી વધ્યો છે. આગામી સાત દિવસમાં થોડા ઘટાડા બાદ 11 નવેમ્બરે તેમાં ફરીવખત વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ તેની પર ઇએમ એશિયા(એક્સ-ચાઇના) ઇકોનોમિક્સ Barclaysના એમડી અને પ્રમુખ રાહુલ બાજોરિયાએ કહ્યુ કે તાજેતરના અઠવાડિયાઓમાં અમેરિકી ડોલરે પોતાની ગતિને છોડી દીધી છે. આરબીઆઇની રિઝર્વમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રિ-વેલ્યુએશનમાં વધારો અને કેટલીક ખરીદીથી ફાયદો થયો છે. 4 નવેમ્બર બાદ બેઝ મનીમાં 32000 કરોડ રૂપિયાની રકમ જોડાઇ છે. આ પૈસા ફોરેન એક્સચેન્ડ એસેટ્સ દ્વારા આવી છે. તેના લીધે કેન્દ્રીય બેન્ક દ્વારા છેલ્લા ચાર અઠવાડિયાઓમાં ફોરેન એક્સચેન્જનો વપરાશ 8 અબજ ડોલરને પાર કરી શકે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી વચ્ચે IAS ઓફિસરને દેખાડો કરવો ભારે પડ્યો, જાણો શું થઈ ઘટના

RBIના બેન્કિંગ સેક્ટર પર પણ નજર
આ પહેલા RBIના ગવર્નર શક્તિકાંત દાસે દેશની ખાનગી અને સરકારી ક્ષેત્રની બેન્કોને દેશની આર્થિક સ્થિતિ પર પણ નજર રાખવાની સલાહ આપી હતી. તેમણે બેન્કના પ્રમુખોની સાથે એક બેઠક કરી હતી, જેમાં શક્તિકાંત દાસે તેમને આ વાત કહી હતી. આરબીઆઇના ગવર્નરે બેન્કના દેવાધારકો પર વધતા વ્યાજ દર અને તેની અસર તેમજ ક્રેડિટ અને ડિપોઝીટના ગ્રોથ વચ્ચેના મોટા અંતર પર પણ ચર્ચા કરી હતી. બેઠકમાં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એમ કે જૈન અને આરબીઆઇના કેટલાક અન્ય વરિષ્ઠ નાગરિકો પણ સામેલ છે.

Back to top button