ડિજિટલ ઇન્ડિયામાં ચૂંટણી પ્રચાર માટે રોબોટનો ઉપયોગ, જુઓ વિડીયો
ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે ઉમેદવારો પણ પોતાનું જોર લગાડી રહ્યા છે. નવા સમયની સાથે નવી ટેકનિકનો ઉપયોગ પણ પ્રચાર માટે થવા લાગ્યો છે. હાલમાં નડિયાદમાં એક સભામાં હાઈટેક ટેકનિકનો ઉપયોગ કરીને પ્રચાર જોવા મળ્યો હતો. ખેડા જિલ્લાની નડિયાદ બેઠક પર ભાજપ ઉમેદવાર પંકજ દેસાઈ દ્વારા રોબોટ ટેકનિકની મદદથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Exclusive: ગુજરાત વિધાનસભાની સૌથી ભાગ્યશાળી બેઠક, જીતનાર પક્ષની બને છે સરકાર
લોકો માટે આ હાઇટેક પ્રચાર કુતુહલ ઊભું કરી રહ્યું છે. તેની સાથે જ હાઇટેક પ્રચારથી પંકજ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ બે ડગલાં આગળ જતાં રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેની લોકો પ્રશંસા પણ ઘણી કરી રહ્યા છે. આ સૌ પ્રથમ વખત છે જ્યારે આ પ્રકારના ડિજિટલ રોબોટ ચૂંટણીના પ્રચારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે રોબોટ કરી રહ્યા છે પ્રચાર
નડિયાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર પંકજ દેસાઈએ પ્રચાર માટે રોબોટ ઉતાર્યો@Pankajbhaidesai #robots #BJP #BJPGujarat #nadiyad #AssemblyElections2022 #robot #GujaratElections2022 #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/X5OZoHZRMR
— Hum Dekhenge News (@humdekhengenews) November 18, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે ત્યારે તેમને ભારત ડિજિટલ બને તેના માટે ઘણાં પ્રયાસ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો. જોકે ઈન્ડિયા ડિજિટલ કેટલું થયું તે તો ચર્ચાનો વિષય છે પરંતુ નડિયાદના ધારાસભ્ય ડિજિટલ થઈ ગયા છે.
આ પણ વાંચો : ફર્સ્ટ ફેઝની 89 બેઠક પર 788 ઉમેદવાર, જાણો કઈ બેઠક પર કોની કોની વચ્ચે છે ચૂંટણી જંગ
આ ઉપકરણમાં વિવિધ સિમ્પલ કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રોબોટની મદદથી પ્રારંભિક ધોરણે પેમ્પલેટ આપવામાં આવી રહ્યા છે. જેનો આગામી સમયમાં મોટી ભીડ વચ્ચે પણ ઉપયોગ કરવાથી લઈને પ્રસાર માટે વધુમાં વધુ ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે.