ગુજરાતટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલાં જ ભાજપ-આપે એક-એક બેઠક ગુમાવી, યોગ્ય સમયે ઉમેદવારી જ ન નોંધાવી શક્યા

Text To Speech

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ઉમેદવારી ફોર્મ ગઈકાલે છેલ્લી તારીખ હતી. જ્યારે આજે ફોર્મની ચકાસણી કરાશે અને 21મી તારીખ સુધીમાં ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને આપને બે બેઠક પર ઝાટકો લાગ્યો હતો. નિયમ સમયે ઉમેદવાર ફોર્મ ભરવા જ પહોંચી ન શકતા, બે બેઠક પર ભાજપ-આપ દ્વારા ફોર્મ ભરાયા ન હતા.

સયાજીગંજ બેઠક પર ભાજપના ઉમેદવાર ફોર્મ ન ભરી શક્યા
બીજા તબક્કાના મતદાન માટે 17 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો અંતિમ સમય હતો. જો કે આ છેલ્લી ઘડી સુધી ભાજપના ડમી ઉમેદવાર ફોર્મ ભરી શક્યા ન હતા. વડોદરાની સયાજીગંજ બેઠક પરથી ભાજપ ઉમેદવારનું ડમી ફોર્મ ન ભરી શકાયું. કેયુર રોકડિયાના ડમી ઉમેદવાર પૂર્વ કાઉન્સિલર બિપીન પટેલ સમયસર ન પહોંચી શકતા ઉમેદવાર ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હતા. મહત્વનું છે કે, ડમી ઉમેદવારને હાજર રાખવાની જવાબદારી સંગઠનની હતી. જો કે આ મામલે સંગઠને ઉદાસિનતા દાખવતા ડમી ઉમેદવાર ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું બહાનું જ આગળ ધર્યુ હતું.

આપને મેન્ડેટ ન મળતા બેઠક ગુમાવી
આપના ડમી ઉમેવારને મેન્ડેટ ન મળતા તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. સુરતની પૂર્વ બેઠક પરથી સલીમ મુલતાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. આપના ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ મળતા અંતે તેઓએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ પહેલાં સુરત પૂર્વની બેઠક પરથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આથી આ બેઠક પરથી સલીમ મુલતાનીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ આપે ડમી ઉમેદવાર સલીમ મુલતાનીને મેન્ડેટ ન આપતા તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. ત્યારે હવે 16માંથી 15 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે.

Back to top button