ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં ત્રણ જગ્યાએ ચૂંટણી સભા ગજવશે, સુરતમાં ચૂંટણી પ્રચારમાં બુલડોઝરની એન્ટ્રી

Text To Speech

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભાજપ આજથી આક્રમક પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારે આ કડીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે 3 વિધાનસભા ક્ષેત્રમાં રેલી કરશે.

ત્રણ જગ્યાએ યોગીની સભા
CM યોગી આદિત્યનાથ સૌથી પહેલાં મોરબીના વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્રભાઈ સોમાણી માટે વોટ માગશે. ભરૂચના ઝઘડિયા સીટ પર રિતેશભાઈ વસાવાના પક્ષમાં જનસભા કરશે. તો ત્રીજી રેલી તેમની સુરતના ચોયાર્સી વિધાનસભા ક્ષેત્રમાં થશે, જ્યાં તેઓ ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈને મત આપવાની અપીલ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં થનારી પેટા ચૂંટણીમાં ત્રણ સીટની સાથે જ ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે પણ વોટ માગશે.

સુરતમાં બુલડોઝરની એન્ટ્રી
સુરતમાં ચૂંટણી પ્રચારમાં બુલડોઝરની એન્ટ્રી થઇ છે. સુરતમાં આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા છે. ત્યારે  એવામાં સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરોએ બુલડોઝર બાબા યોગી આદિત્યનાથના આગમનની તૈયારીમાં ઉતર્યા છે. બુલડોઝર બાબાના નામથી જાણીતા યોગી આદિત્યનાથની રેલીમાં આમંત્રિત કરવા માટે સુરતના કાર્યકરોએ બુલડોઝરમાં બેસી રેલી કાઢી હતી.

Surat
સુરતની ચોયાર્સી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકર્તા બુલડોઝર બાબા એટલે કે યોગી આદિત્યનાથના આગમના પહેલાં ભાજપના કાર્યકર્તા જોખમી રીતે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા

સુરતની ચોયાર્સી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકર્તા બુલડોઝર બાબા એટલે કે યોગી આદિત્યનાથના આગમના પહેલાં ભાજપના કાર્યકર્તા જોખમી રીતે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા. ચોયાર્સી બેઠક પરના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈને પ્રચાર માટે ભાજપ કાર્યકર્તાઓએ બુલડોઝર પર બેસાડી દીધા. આઠથી દસ કાર્યકર્તા જેસીબીની સામે એ રીતે પ્રચાર કરી રહ્યાં હતા જાણે કે કોઈ અભિયાનની સાથે સાથે ખતરનાક સ્ટંટ કરી રહ્યાં હોય.

ગુજરાતમાં ઉત્તર ભારતીયોની સંખ્યા વધુ
ગુજરાતમાં ઉત્તર ભારતીયોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અલગ-અલગ સ્ત્રોત દ્વારા મેળવવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં અન્ય પ્રાંતમાંથી વસતા લોકોની સંખ્યા લગભગ 42 લાખ છે. અહીં અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યના લોકો વસે છે. આ બંને શહેરમાં વિધાનસભા સીટ પણ સૌથી વધુ છે.

ગત ચૂંટણીમાં યોગીએ 35 સીટ પર પ્રચાર કર્યો હતો
CM યોગી ગુજરાતમાં ગત ચૂંટણી સમયે પણ અનેક સભા સંબોધી હતી, ત્યારે તેઓ ઘણાં જ લોકપ્રિય રહ્યાં હતા. તેમણે જે 29 જિલ્લાની 35 સીટ પર પ્રચાર કર્યો હતો તેમાંથી 20 બેઠક ભાજપે કબજે કરી હતી.

Back to top button