જાણો શનિના ગોચર પરિવર્તનથી કઈ રાશિને થશે નુકશાન
ન્યાય અને દંડકારક શનિ દેવનું ગોચર પરિવર્તન 2.5 વર્ષે એક વખત થયું હોય છે. આ વર્ષે શનિનું ગોચર પરિવર્તન 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં જ રહશે. શનિના કુભ રાશિમાં પ્રવેશતા જ ઘણી રાશિઓને લાભ થશે તો ઘણી રાશિના જાતકોની સમસ્યામાં વધારો થશે.
ન્યાયના દેવતા શનિ જ્યારે પણ પોતાની રાશિમાં ગોચર પરિવર્તન કરે છે. ત્યારે બાકીની બધી જ રાશિઓ ગોચર પરિવર્તનથી પ્રભાવિત થતી હોય છે. શનિ દેવ રાશિચક્ર (બાર રાશિ) પૂર્ણ કરતા લગભગ 30 વર્ષ લાગે છે. 17 જાન્યુઆરી 2023ના દિવસે શનિ દેવ પોતાની સ્વરાશિ કુંભ રાશિમાં ગોચર પરિવર્તન કરશે. આ પછી તે 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં જ રહશે. શનિ દેવના કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ ઘણી રાશિઓને લાભ થશે તો કેટલીક રાશીઓ માટે મુશ્કેલીઓ ઉદ્ભવાશે. આવો જાણીએ શનિ દેવના આ ગોચરથી કઈ રાશિના જાતકોને નુકશાન થશે.
આ પણ વાંચો : રામ મંદિરના આકારની કેક કાપવાના આરોપમાં ઘેરાયા કમલનાથ, ભાજપે કહ્યું- માફી માગો
જ્યોતિષશાસ્ત્રો અનુસાર, શનિ દેવના કુંભ રાશિમાં પ્રવેશતા જ ત્રણ રાશિઓની મુશ્કેલીઓમાં વધારો થશે. જેમાં કર્ક, વૃશ્ચિક અને મીન રાશિનો સમાવેશ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 17 જાન્યુઆરીના દિવસે શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિ દેવની ઢૈય્યા(અઢી વર્ષનો સમયગાળો) અને મીન રાશિ પર શનિની સાડા સાતિનો પ્રથમ તબક્કો શરુ થશે.
કર્ક
કર્ક રાશિના જાતકોને અઢી વર્ષ સુધી શનિ દેવની ઢૈય્યાનો પ્રભાવ સહન કરવો પડશે. આ સમય દરમિયાન જાતકોને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોને નોકરી-વ્યાપારમાં સમસ્યા આવી શકે છે. ઘર-પરિવારમાં કોઈ પણ સભ્યની તબિયત બગડી શકે છે. જેનાથી પૈસાનો વ્યય થઇ શકે છે. લડાઈ- ઝઘડાને ચાલતા તણાવની સ્થિતિ બની શકે છે.
વૃશ્ચિક
શનિની ઢૈય્યાનો પ્રભાવ વૃશ્ચિક રાશિમાં પણ થશે. આ રાશિના જાતકોની આવકના સ્ત્રોતમાં પ્રભાવ પડી શકે છે. અનિયંત્રિત ખર્ચથી તમારું બજેટ બગડતું રહેશે. આ અઢી વર્ષના સમયગાળામાં કોઈ મોટું રોકાણ કરતા પહેલા સમજી-વિચારીને નિર્ણય લેવો. સ્વાસ્થ્ય બાબતે લાપરવાહી ન કરવી જોઈએ અને દાંપત્યજીવનમાં કડવાહટથી મન ઉદાસ રહી શકે છે.
આ પણ વાંચો :બુધ ગોચરથી આ રાશિના લોકો પર થશે ધન વર્ષા
મીન
17 જાન્યુઆરીના રોજ શનિ દેવ કુંભ રાશિમાં ગોચર કરશે. તેથી મીન રાશિના જાતકો માટે શનિની સાડા સાતિના પ્રથમ તબક્કાની શરુઆત થશે. આ સમય દરમિયાન મીન રાશિના જાતકોની સમસ્યામાં વધારો થઈ શકે છે. સંતાનો તરફથી મન વ્યથિત રહેશે, મહેનત કરવા છતાં ઈચ્છિત પરિણામ મળવામાં વિલંબ થશે. આવક અને ખર્ચામાં તાલમેલ બગડી શકે છે. મિત્રો, સ્વજનો અને સહકર્મચારી સાથે મનમુટાવની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.