યુટિલીટી

આ તારીખથી શરૂ થશે બેન્ડ બાજા બારાત, જાણી લો લગ્નના દસ મુહુર્તો

  •  કેમ દેવઉઠી એકાદશીથી માંગલિક કાર્યો શરૂ નહોતા થયા?
  • 21 નવેમ્બરે શુક્રનો ઉદયઃ લગ્ન માટે ખુબ જ શુભ મુહુર્ત

દર વર્ષે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી માંગલિક કાર્યો શરૂ થઇ જતા હોય છે, પરંતુ આ વખતે તેવુ થઇ શક્યુ નથી. દેવઉઠી એકાદશી બાદ લગ્નના મુહુર્તો હજુ શરૂ થઇ શક્યા નથી. જોકે આવતા મહિને લગ્નના 10 મુહુર્ત છે. આ મુહુર્ત પર મોટી સંખ્યામાં લગ્નો યોજાવાના છે. તેને લઇને લગ્નોવાળા ઘરમાં ધામધુમથી તૈયારીઓ થઇ રહી છે. જ્યોતિષાચાર્યોનુ કહેવુ છે કે ઉત્તર ભારતીય પંચાંગ અનુસાર 24,25,26,27 અને 28 નવેમ્બરે લગ્નના શુભ મુહુર્તો છે. જ્યારે ડિસેમ્બરમાં 2,7,8,9 અને 15 તારીખે લગ્નના મુહુર્તો છે. તેમાં સૌથી વધુ લગ્નો 25 નવેમ્બર અને 2 ડિસેમ્બરે યોજાવાના છે.

આ પણ વાંચો : જાણો માગશર માસમાં થતી શંખ પૂજાનું મહત્વ !

આ કારણે હજુ લગ્નો શરૂ થઇ શક્યા નથી

જ્યોતિષાચાર્યોએ જણાવ્યુ કે દર વર્ષે કારતક મહિનામાં દેવઉઠી એકાદશીથી માંગલિક કાર્યોને લઇને શુભ મુહુર્ત શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે શુક્ર અસ્ક હોવાના કારણે લગ્ન કે અન્ય માંગલિક કાર્યોમાં મોડુ થઇ રહ્યુ છે. 21 નવેમ્બરે શુક્રનો ઉદય થયા બાદ માંગલિક કાર્યો માટે શુભ મુહુર્ત હશે. 24 નવેમ્બરે લગ્નો માટે શુભ મુહુર્તની શરૂઆત થશે. ત્યારબાદ 25,26,27 અને 28 તારીખે લગ્નના શુભ મુહુર્તો છે.જ્યારે ડિસેમ્બરમાં 2,7,8,9 અને 15 તારીખે લગ્નના મુહુર્તો છે. ત્યારબાદ 16 ડિસેમ્બરથી કમુર્તા બેસશે અને માંગલિક કાર્યો પર વિરામ લાગી જશે.

લગ્ન Hum Dekhenge News

આવતા મહિને લગ્નના 12 મુહુર્ત

ચાર નવેમ્બરે દેવઉઠી અગિયારસ હતી, પરંતુ શુક્ર અસ્ત થવાના લીધે માંગલિક કાર્યો શરુ થયા નથી. લગ્નના મુહુર્ત માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. આ વખતે 21 નવેમ્બરના રોજ પશ્વિમ દિશામાં શુક્રનો ઉદય થયા બાદ મુહુર્ત મળવાના શરૂ થઇ જશે. આવતા એક મહિનામાં લગ્નના 12 મુહુર્ત છે. તેમાં સવાર અને સાંજ એમ બંને સમયના મુહુર્તો સામેલ છે.

મુહુર્ત માટે ગુરૂ-શુક્રનો ઉદય થવો જરૂરી
લગ્ન પ્રસંગ જેવા માંગલિક કાર્યો માટે ગ્રહ-નક્ષત્ર અને તારાઓની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. માંગલિક કાર્યક્રમમાં શુક્ર અને ગુરુની સ્થિતિ જોઇને જ મુહુર્ત નિશ્વિત કરવામાં આવે છે. શુક્ર અને ગુરૂ બંને તારા જો અસ્ત થઇ જાય તો માંગલિક કાર્યોનુ મુહુર્ત નીકળતુ નથી. બંને તારાનો ઉદય થયા લગ્ન વિવાહ જેવા શુભ કાર્ય સંપન્ન થાય છે.

આ છે લગ્નના મુહુર્ત

  • 24 નવેમ્બર
  • 25 નવેમ્બર
  • 26 નવેમ્બર
  • 27 નવેમ્બર
  • 28 નવેમ્બર
  • 2 ડિસેમ્બર
  • 7 ડિસેમ્બર
  • 8 ડિસેમ્બર
  • 9 ડિસેમ્બર
  • 15 ડિસેમ્બર
Back to top button