છેલ્લા પાંચ વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સંપત્તિમાં જાણો કેટલો થયો વધારો
વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેંજ બની છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જેને લઈને ત્યારે આ બધાની વચ્ચે ગતરોજને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શક્તિ પ્રદર્શન અને રોડ શો કરી ઘાટલોડિયા બેઠક પરછથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. ત્યારે ઉમેદવારી માટે રજૂ કરેલી એફિડેવિટ મુજબ તેમની સંપત્તિમાં પાંચ વર્ષમાં વધારો તો થયો પણ આવક અડધી થઈ ગયાની જાણકારી મળી છે.
સીએમની કેટલી સંપત્તિ ?
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ છે તેમજ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઘાટલોડિયાનુ પ્રતિનિધિત્વ કરવાના છે. ત્યારે તેમણે રજૂ કરેલા તેમના એફિડેવિટ મુજબ વર્ષ 2021-22માં તેમની આવક 11.79 લાખ રુપિયા છે, જ્યારે 2017માં તેમની આવક 30 લાખ હતી. આ મુજબ તેમની પત્નીની આવક પણ 2017માં 38 લાખ દર્શાવવામાં આવી હતી જ્યારે આ વર્ષે 11.58 લાખ બતાવાઈ છે.
સીએમની સંપત્તિ 5 વર્ષમાં વધી પણ આવક ઘટી
સીએમની સંપત્તિમાં કુલ રુ.8.22 કરોડની દર્શાવી છે તેમાં જંગમ સંપત્તિ રુ. 3.63 કરોડ અને સ્થાવર સંપત્તિ 4.59 કરોડ છે. ત્યારે 2017માં એફિડેવિટમાં કુલ સંપત્તિ રૂ. 5.20 કરોડ દર્શાવી હતી. આમ 5 વર્ષમાં તેમની સંપત્તિમાં રૂ.3.02 કરોડનો વધારો થયો છે. પણ મુખ્યમંત્રીએ 2017માં રજૂ કરેલ એફિડેવિટ મુજબ 62.77 લાખનુ દેવું હતુ જે આ વખતે વધીને રુ. 2.09 કરોડનું થઈ ગયુ છે.જેના કારણે તેમના કુલ સંપત્તિમાં દેવુું વધી ગયું છેે.