નેશનલ

હવે રેલવે ટ્રેક પર ઢોર ન આવે તે માટે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

Text To Speech

હાલમાં જ ટ્રેન સાથે ઢોરથી લઈ સામાન્ય જનતા અડફેટમાં આવવાની ઘણી દુર્ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રેલવે બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મુંબઈથી લઈને અમદાવાદ સુધીના ટ્રેક પર આખી રેલવે લાઈન પર બંને બાજુએ વાડ બાંધીને પાટાઓને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવી દેવામાં આવશે. આ કામ એક વર્ષની અંદર પૂરું કરવામાં આવશે.

આ પણ વાંચો : વંદે ભારત ટ્રેનના અડફેટે પ્રાણીઓ ન આવે તે માટે રેલવે તંત્રે ભર્યા આ પગલાં

ભારતીય રેલવેના મુંબઈ અને ગાંધીનગર વચ્ચે હાલમાં જ શરૂ થયેલી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન પર વારંવાર ઢોર ટ્રેનની અડફેટે આવી જતાં હોય છે. આથી નિર્દોષ ઢોરનાં મરણ થાય છે, ટ્રેનના આગળના ભાગને નુકસાન થાય છે, ટ્રેન થંભાવી દેવી પડતાં સફર વિલંબમાં પડે છે, પ્રવાસીઓ પરેશાન થાય છે. જે પછી રેલવે દ્વારા દર છ મહિને 1,000 કિલોમીટરની રેલવે લાઈન ફરતે વાડ બાંધવા માટેની એક નવી ડિઝાઈનને રેલવે બોર્ડે મંજૂરી આપી છે.

vande bharat 2 hum dekhenge

રેલવે દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબરના પહેલા નવ દિવસમાં જ પાટા પર ધસમસતી જતી ટ્રેનો સાથે ઢોર-પશુઓનાં અથડાવાના અસંખ્ય બનાવો બન્યા હતા, જેને કારણે 200 જેટલી ટ્રેનોને માઠી અસર પહોંચી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 4,000 જેટલી ટ્રેનોને માઠી અસર પહોંચી છે. તેમજ એક મહિલાનું પણ મોત થયું છે.

આ પ્રકારની ઘટનાઓ બાદથી જ સમગ્ર પાટાની ફરતે વાડ બાંધવાની માગણીઓ થઈ છે. એને પગલે જ રેલવે બોર્ડે વાડ બાંધવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે લોખંડના તારની વાડ સમસ્યા ઉકેલી શકે એમ ન હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની સમગ્ર રેલવે લાઈન ફરતે આવતા પાંચ-છ મહિનામાં પ્રીફેબ્રિકેટેડ દીવાલ બાંધવામાં આવશે. એને કારણે ઢોર કે પશુઓ પાટા પર આવી નહીં શકે. નવી ડિઝાઈનથી વાડ બાંધવામાં ઓછો સમય લાગશે અને તે રીપેર કરવી પણ આસાન બની રહેશે.

Back to top button