હેલ્થ

બાપ રે ! હૈદરાબાદના એક દર્દીની કિડનીમાં 206 પથરી…

Text To Speech

હૈદરાબાદમાં એક વ્યક્તિની કિડનીમાંથી પથરી કાઢવાની ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. નાના રાયના દાણા જેવડી પથરી પણ અસહ્ય દુ:ખાવો કરતી હોય છે. તો જરા વિચાર કરી જોવો કે, કોઈ વ્યક્તિની કિડનીમાં સંખ્યાબંધ પથરી હોય ત્યારે તે દર્દીની હાલત કેવી થતી હશે ? હૈદરાબાદની અવેર ગ્લેનેગલ ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે 54 વર્ષના એક દર્દીની સર્જરી કરી. દર્દીની સર્જરી દરમિયાન 206 જેટલી પથરીનો નીકાલ કર્યો હતો. સર્જને નાલગોંડાના રહેવાસી વીરમલ્લા રામલક્ષ્મૈયાની 206 પથરી માટે કીહોલ સર્જરી કરી હતી. એક કલાક ચાલેલી સર્જરી બાદ હૈદરાબાદના ડૉક્ટરોએ આ કિડનીને સ્ટોર કરી હતી.

1 કલાકના ઓપરેશન બાદ 206 પથરી કાઢવામાં આવી

ફાઈલ ફોટો

એક એહવાલ અનુસાર દર્દી લાંબા સમયથી સ્થાનિક ડોક્ટર પાસેથી દવા લઈ રહ્યો હતો. આ દવાથી દુ:ખાવો ઓછો થતો હતો. પરંતુ ધીમે-ધીમે તેના દુખાવામાં વધારો થયો અને હાલત એટલી ગંભીર બની કે, તેને પોતાના રોજિંદા કામ કરવામાં પણ તકલીફ પડતી હતી. આ અંગે ડૉ.નવીન પૂલા કુમારે જણાવ્યું કે,તપાસ અને એક અલ્ટ્રાસાઉન્ડ સ્કેનથી જાણવા મળ્યું કે, વ્યક્તિની ડાબી બાજુની કિડનીમાં જથ્થાબંધ પથરીઓ છે. સીટી સ્કેન આવ્યા બાદ કિડનીમાં પથરી હોવાની પુષ્ટિ થઈ હતી. ડૉક્ટરોએ દર્દીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને એક કલાકની કીહોલ સર્જરી માટે તૈયાર કર્યો. આ સર્જરી કરીને કિડનીમાંથી તમામ પથરી દૂર કરવામાં આવી હતી.

ડૉકટરે પાણી પીવાની સલાહ આપી

ફાઈલ ફોટો

ઓપરેશન સફળ થયાં બાદ ડો.નવીને જણાવ્યું હતું કે, વીરમલ્લા રામલક્ષ્મૈયા હવે સર્જરી બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ઓપરેશનના બીજા જ દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ બાબતે તબીબોએ જણાવ્યું કે,હજું પણ પથરી થવાની સંભાવના રહેલી છે. કેમ કે, તાપમાનને કારણે લોકોમાં ડીહાઈડ્રેશનનું પ્રમાણ વધવા લાગ્યું છે. આવી સ્થિતિમાં લોકોને શરીરને હાઇડ્રેટ રાખવાની સલાહ આપવામાં આવે છે. તો લોકોએ હાઇડ્રેટેડ રહેવા માટે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. સાથે જ લોકોએ તડકામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ અથવા ઓછી મુસાફરી કરવી જોઈએ અને સોડા આધારિત પીણાંનું સેવન ન કરવું જોઈએ.

Back to top button