ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ખેડા જિલ્લામાં જગતના તાત ખેતીની સાથે કરશે મતબેંકની “જમાવટ”

ખેડા જિલ્લાની વિધાનસભા બેઠકમાં આગરવા, આજરોલી, અજુપુરા, અકલાયા, અમૃતપુરા, ઔરંગપુરા, બાધરપુરા, ભદ્રાસા, ભરથરી, ભાટવાસણા, બોરડી, ચંદાસર, ચેતરસુંબા, ચીતલાવ, ઢુંણાદરા, ઢુંડી, એકલવેલુ, ગધાવિના મુવાડા, ગોળજ, ગુમાડીયા, હરખોલ, જાખોડ, જલાનગર, જેસાપુરા, જોરાપુરા, કાલસર,ખડગોધરા જેવા ગામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ખેરાના મુવાડા, ખિજલપુર, ખિજલપુર (વાંટા), કોતરીયા, કોટલીંડોરા, મલાઇ, મંજીપુરા, મરધાકુઇ, માસરા, મોર આંબલી, મુળીયાદ, નનાદરા, નેશ, ઓઝરાળા, પાંડવણીયા, પિલોલ, પિપલવાડા, પોરડા, રખીયાલ, રાણીપોરડા, રાણીયા, રસુલપુરા (ઠાસરા), રાવળીયા, સૈયાંત, સલુણ, સેવાલિયા, સંધેલી, સંધેલીયા, શાહપુરા, શામળપુરા, સીમલજ, સુઇ, સુખીનીમુવાડી, ઉધમતપુરા, ઉંબા, ઉપલેટ, વજેવાલ, વલ્લવપુરા, વણોતી, વિંઝોલ, વિઠ્ઠલપુરા ગામોનો ઠાસરામાં સમાવેશ થાય છે.

માતર બેઠક:

માતર ખેડા જિલ્લાની ગુજરાતના 182 વિધાનસભા બેઠકોમાંની મધ્યગુજરાતની એક મહત્વની બેઠક છે. આ બેઠકમાં ત્રણ જિલ્લાના પ્રદેશોનો સમાવેશ થાય છે, જેમાં માતર તાલુકાના લીંબાસી, સંધાણા, અલીન્દ્રા, અંત્રોલી, અસમલી, અસલાલી, રતનપુર, ઉંધેલા, વસલ ગામો જયારે ખેડા જિલ્લા વિભાગના ગામો – નાયકા, ભેરાઈ, ધાથલ, વડાલા, હરિયાળા, ખુમરવડ, વાવડી, ડમરી, ગોવિંદપુરા, શેત્રા, રસિકપુરા, વરસંગ, રાધુ, ચાંદના, વાસણા બુજર્ગ, શંધણા, પીજ, ભેરાઈ, બિડજ, ચાંદના તેમજ નડિયાદ તાલુકા (ભાગ)ના ગામ દેગામ, ઝારોલ, દંતાલી, ડભાણ, દાવડા, બમરોલી, પલાણા, વસો, રામપુરા, પીજ, મિત્રાલ, ગંગાપુર, નવાગામ (હથજ), થલેડી, કલોલીનો સમાવેશ થાય છે.

Kheda Assembly Election

વર્ષ 2012માં ભાજપના દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણને 71021 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ સંજયભાઈ હરીભાઈને 64534 મત મળ્યા હતા. જેમાં દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણ 6487 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના કેસરીસિંહ જેસંગભાઈ સોલંકીને 81509 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ સંજયભાઈ હરીભાઈને 79103 મત મળ્યા હતા. જેમાં કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી 2406 મતથી જીત્યા હતા. જેમાં માતર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 128786 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 123349 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 252144 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

નડિયાદ બેઠક:

નડિયાદ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના તાલુકામાં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. આ સાથે જ નડિયાદ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકીની 116 નંબરની વિધાનસભા બેઠક છે. આ બેઠક અંતર્ગત નડિયાદ તાલુકાના ટુંડેલ, ડુમરાલ, પીપલગ, ઉત્તરસંડા, ભુમેલ, નરસંડા, ગુતાલ, કેરીયાવી, પીપલતા, અઢડોલ, વાલેવા, વડતાલ, રાજનગર, કંજરી, નડિયાદ વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તાર એનઆરઆઈ વિસ્તાર છે.

Kheda Assembly Election

વર્ષ 2012માં ભાજપના પંકજકુમાર વિનુભાઈ દેસાઈને 75335 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના જીતેન્દ્રભાઈ સૂર્યકાંતભાઈ પટેલને 68748 મત મળ્યા હતા. જેમાં પંકજકુમાર વિનુભાઈ દેસાઈ 6587 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના દેસાઈ પંકજભાઈ વિનુભાઈને 90221 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના જીતેન્દ્ર સૂર્યકાંતભાઈ પટેલ 69383 મત મળ્યા હતા. જેમાં દેસાઈ પંકજભાઈ વિનુભાઈ 20838 મતથી જીત્યા હતા. જેમાં નડિયાદ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 138729 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 135057 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 46 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 273832 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Kheda Assembly Election

મહેમદાવાદ બેઠક:

આ વિધાનસભા બેઠકમાં આગરવા, આજરોલી, અજુપુરા, અકલાયા, અમૃતપુરા, ઔરંગપુરા, બાધરપુરા, ભદ્રાસા, ભરથરી, ભાટવાસણા, બોરડી, ચંદાસર, ચેતરસુંબા, ચીતલાવ, ઢુંણાદરા, ઢુંડી, એકલવેલુ, ગધાવિના મુવાડા, ગોળજ, ગુમાડીયા, હરખોલ, જાખોડ, જલાનગર, જેસાપુરા, જોરાપુરા, કાલસર, ખડગોધરા જેવા ગામોનો સમાવેશ થાય છે.

Kheda Assembly Election

આ ઉપરાંત ખેરાના મુવાડા, ખિજલપુર, ખિજલપુર (વાંટા), કોતરીયા, કોટલીંડોરા, મલાઇ, મંજીપુરા, મરધાકુઇ, માસરા, મોર આંબલી, મુળીયાદ, નનાદરા, નેશ, ઓઝરાળા, પાંડવણીયા, પિલોલ, પિપલવાડા, પોરડા, રખીયાલ, રાણીપોરડા, રાણીયા, રસુલપુરા (ઠાસરા), રાવળીયા, સૈયાંત, સલુણ, સેવાલિયા, સંધેલી, સંધેલીયા, શાહપુરા, શામળપુરા, સીમલજ, સુઇ, સુખીનીમુવાડી, ઉધમતપુરા, ઉંબા, ઉપલેટ, વજેવાલ, વલ્લવપુરા, વણોતી, વિંઝોલ, વિઠ્ઠલપુરા ગામોનો ઠાસરામાં સમાવેશ થાય છે.

વર્ષ 2012માં કોંગ્રેસના ગૌતમભાઈ રવજીભાઈ ચૌહાણને 68767 મત મળ્યા હતા. તથા ભાજપના ચૌહાણ સુંદરસિંહ ભલાભાઈને 64586 મત મળ્યા હતા. જેમાં ગૌતમભાઈ રવજીભાઈ ચૌહાણ 4181 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ચૌહાણ અર્જુનસિંહ ઉદેસિંહને 88908 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ગૌતમભાઈ રવજીભાઈ ચૌહાણને 67993 મત મળ્યા હતા. જેમાં ચૌહાણ અર્જુનસિંહ ઉદેસિંહ 20915 મતથી જીત્યા હતા. જેમાં મહેમદાવાદ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 127582જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 122930 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 250521છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

મહુધા બેઠક:

મહુધા વિધાનસભા મતવિસ્તાર હેઠળ ખાંડીવાવ ગામ સિવાય આખો મહુધા તાલુકો તેમજ નડિયાદ તાલુકાનો ભાગ તથા યોગીનગર, અંધાજ, અરેરા, દાવાપુરા, વીના, હાથજ, નવાગામ (પેટલી), જાવલ, અજરાજનપુર કોટ, નાના વાગા, પાલડી, સોડપુર, મોંઘરોલી, મહોલેલ, પાલૈયા, વાલ્લા, એરંડિયાપુરા, અલ્જાડા, સિલોદ, હઠનોલી, કમલા, મંજીપુરા, બિલોદ્રા, મરીડા, સલુન વન્ટો, સલુન તાલક, અલંદરા, ચલાલી, સુરસામલ, કાંજોડા, ફતેપુર, ચકલાસી (એમ) સહિતના ગામનો સમાવેશ થાય છે.

Kheda Assembly Election

વર્ષ 2012માં કોંગ્રેસના નટવરસિંહ ફુલસિંહ ઠાકોરને 58373 મત મળ્યા હતા. તથા ભાજપના સોઢા ખુમાનસિંહ રતનસિંહને 45143 મત મળ્યા હતા. જેમાં નટવરસિંહ ફુલસિંહ ઠાકોર 13230 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને 78006 મત મળ્યા હતા. તથા ભાજપના ભરતસિંહ રાયસિંગભાઈ પરમારને 64405 મત મળ્યા હતા. જેમાં ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમાર 13601 મતથી જીત્યા હતા. જેમાં મહુધા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 129330 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 122804 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 6 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 252140 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Kheda Assembly Election

થસરા બેઠક:

1967માં થરાદ બેઠકનું વિઘટન વાવ બેઠકમાં થયું, જે અનુસુચિત જાતિ માટે અનામત હતી. વર્ષ 2008-09માં થયેલા ડિમોલેશન બાદ થરાદ બેઠક ફરીવાર અસ્તિત્વમાં આવી. જેમાં પ્રથમ ચૂંટણી વર્ષ 2012માં યોજાઈ. થરાદ બેઠક પરથી રાજીનામું આપી સાંસદ બનેલા પરબત પટેલ 1985માં વાવ બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 1990માં જનતા પક્ષના માવજીભાઇ સામે પરબત પટલેની હાર થઈ. તેમણે 1995માં અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યુ અને ધારાસભ્ય બન્યા. 1998માં ચૂંટણી ન લડ્યા. 2002માં પરબત પટેલની વાવ બેઠક પરથી ભાજપાના ઉમેદવાર તરીકે હાર થઈ.

Kheda Assembly Election

વર્ષ 2012માં કોંગ્રેસના રામસિંહ પરમારને 78226 મત મળ્યા હતા. તથા ભાજપના પ્રતિક્ષાબેન ટીનુભાઈ પરમારને 72726 મત મળ્યા હતા. જેમાં રામસિંહ પરમાર 5500 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના કાંતિભાઈ શભાઈભાઈ પરમારને 87567 મત મળ્યા હતા. તથા ભાજપના રામસિંહ પરમારને 80539 મત મળ્યા હતા. જેમાં કાંતિભાઈ શભાઈભાઈ પરમાર 7028 મતથી જીત્યા હતા. જેમાં થસરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 139680 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 133284 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 272969 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

કપડવંજ બેઠક:

​​​​​​​​​​​​​​કોંગ્રેસના ગઢ ગણાતા કપડવંજ વિધાનસભામાં ભાજપાના નવા સમીકરણથી આ વર્ષે પરીવર્તન લાવશે કે કેમ? એ પ્રશ્ન લોકચર્ચાનો વિષય બન્યો છે. કઠલાલ/કપડવંજ બન્ને મળી કપડવંજ બેઠક કરાયા બાદ સમીકરણો બદલાયા છે. પ્રતિ ચૂંટણીના આંકડાઓ કહે છે કે, મહત્તમ ભાગે કપડવંજ બેઠક ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. બે મુખ્ય હરીફ પક્ષો ભાજપા અને કોંગ્રેસની સાથે આ વખતે આપે પણ કપડવંજ બેઠક ઉપર ચૂંટણીની તારીખ નક્કી થયા અગાઉથી જ ઉમેદવાર તરીકે મનુભાઈ આર. પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. હરીફ પક્ષો જીતના દાવા કરી રહ્યાં છે, પરંતુ કોનું પલડુ ભારે રહેશે એતે મતદારો જ નક્કી કરશે.

Kheda Assembly Election

વર્ષ 2012માં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાને 88641 મત મળ્યા હતા. તથા ભાજપના ડાભી કનુભાઈ ભુલાભાઈને 82044 મત મળ્યા હતા. જેમાં શંકરસિંહ વાઘેલા 6597 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ડાભી કાળાભાઈ રાયજીભાઈને 85195 મત મળ્યા હતા. તથા ભાજપના ડાભી કનુભાઈ ભુલાભાઈને 57969 મત મળ્યા હતા. જેમાં ડાભી કાળાભાઈ રાયજીભાઈ 27226 મતથી જીત્યા હતા. જેમાં કપડવંજ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 152011 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 147296 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 12 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 299319 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Back to top button