ગુજરાત કોંગ્રેસ: વિધાનસભા ચૂંટણી માટે ‘નામ’ વગર ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચતા છેલ્લી યાદી જાહેર કરી
ગુજરાતમાં કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં વધુ 37 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેથી હવે ગુજરાત કોંગ્રેસે 179 ઉમેદવાર આજસુધી જાહેર કર્યા છે. જેમાં ત્રણ ઉમેદવારો એનસીપી સાથે ગઠબંધન થતા એનસીપીને આપ્યા છે.
આ પણ વાંચો: સંસ્કારી નગરી વડોદરાની જનતા વિધાનસભા ચૂંટણીમાં જાણો કોના પર કરશે “વિશ્વાસ”
ગુજરાત કોંગ્રેસે અનેક ધારાસભ્યોને રિપીટ કર્યા
ગુજરાત કોંગ્રેસે અનેક ધારાસભ્યોને રિપીટ કર્યા છે. જેમાં ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, જિગ્નેશ મેવાણી, બાપુનગરથી હિંમતસિંહને પટેલ, ચાણસ્માને દિનેશ ઠાકોર, પાટણથી ડો.કિરિટકુમાર પટેલ, જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોર, આણંદ કાંતિસોઢા પરમાર, ધાનેરા બેઠક પર રિપીટ કરાયા છે. આ સિવાય કોંગ્રેસની છઠ્ઠી યાદીમાં જોઈ શકાય છે કે અનેક ધારાસભ્યોને રિપીટ કરાયા છે. આ યાદી બતાવે છે કે, 33માંથી 23 ધારાસભ્યોને કોંગ્રેસે રિપીટ કર્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના પસંદગી પામેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેસ પક્ષના સૌ ઉમેદવારો જંગી બહુમતી જીતી અને પૂર્ણ બહુમતીથી કોંગ્રેસની સરકાર બનાવો તેવી શુભેચ્છાઓ#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/cbjxbHTxzT
— Gujarat Congress (@INCGujarat) November 16, 2022
આ પણ વાંચો: આણંદ જિલ્લો: જાણો રાજકીય ઇતિહાસના લેખા-જોખા સાથે જનતાનો મિજાજ
ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે
ગુજરાત કોંગ્રેસ દ્વારા અગાઉ રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. મોડી રાતે આવેલી છઠ્ઠી યાદીમાં કોંગ્રેસે 33 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસ છ્ઠી યાદીમાં મહત્વની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.