ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

સંસ્કારી નગરી વડોદરાની જનતા વિધાનસભા ચૂંટણીમાં જાણો કોના પર કરશે “વિશ્વાસ”

ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે વડોદરા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં કુલ આઠ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો વડોદરા જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે છ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

સાવલી બેઠક:

વડોદરા જિલ્લાના સાવલીના ભાજપ ઉમેદવાર કેતન ઈનામદારએ પ્રચાર શરૂ કર્યો છે. સાવલીમાં ભાજપ કાર્યકરોનું વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કેતન ઈનામદારે કાર્યકરો અને લોકો પાસે ફોર્મ ભરવા નાણાં માંગ્યા હતા. લોકોએ ચાલુ કાર્યક્રમમાં હજારો રૂપિયા કેતન ઈનામદારને આપ્યા હતા. આ સાથે જ કેતન ઈનામદારે કહ્યું હતું કે, ભગવાને મને બહુ આપ્યું છે, સાવલી નહીં 182 વિધાનસભા બેઠક પર ફોર્મ ભરવાનાં નાણાં હું આપી શકું છું. આ વખતે સાવલીની જનતાના રૂપિયાથી ફોર્મ ભરીશ. હું કોઈના ઘરે જઈ સાફા કે તલવાર માંગતો નથી. આ સમગ્ર વાતનો વીડિયો વાયરલ થયો છે.

Voters, Gujarat, AssemblyElection, BJP, AAP, Congress, Humdekhenge   Gujaratinews, Vadodara

વર્ષ 2012માં કોંગ્રેસના ઇનામદાર કેતનભાઈ મહેન્દ્રભાઈને 62849 મત મળ્યા હતા. તથા ભાજપના ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણને 42530 મત મળ્યા હતા. જેમાં ઇનામદાર કેતનભાઈ મહેન્દ્રભાઈ 20319 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ઇનામદાર કેતનભાઈ મહેન્દ્રભાઈને 97646 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના બ્રહ્મભટ્ટ સાગર પ્રકાશ કોકોને 56013 મત મળ્યા હતા. જેમાં ઇનામદાર કેતનભાઈ મહેન્દ્રભાઈ 56013 મતથી જીત્યા હતા. જેમાં સાવલી બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 117483 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 112855 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 4 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 230342 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

વાઘોડિયા બેઠક:

વાઘોડિયા બેઠક ઉપર ચતુષકોણીય જંગ નક્કી છે. જેમાં મધુ શ્રીવાસ્તવના અપક્ષ તરીકે લડવાના સંકેત છે. વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટીકિટ કાપતા આ બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ નક્કી હોવાનું મનાય છે, કારણ કે આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ સાથે અપક્ષના જાણીતા ચહેરા મેદાને આવ્યા છે.

Voters, Gujarat, AssemblyElection, BJP, AAP, Congress, Humdekhenge   Gujaratinews, Vadodara

વર્ષ 2012માં ભાજપના મધુ શ્રીવાસ્તવને 65851 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ડૉ.પટેલ જયેશભાઈ ખેમાભાઈને 60063 મત મળ્યા હતા. જેમાં મધુ શ્રીવાસ્તવ 5788 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના શ્રીવાસ્તવ મધુભાઈ બાબુભાઈને 63049 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના વાઘેલા ધર્મેન્દ્રસિંહ રણુભા (બાપુ)ને 52734 મત મળ્યા હતા. જેમાં શ્રીવાસ્તવ મધુભાઈ 10315 મતથી જીત્યા હતા. જેમાં વાઘોડિયા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 126747 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 119495 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 3 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 246245 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ડભોઈ બેઠક:

ડભોઇ વિધાનસભા બેઠક જ્યાં કોઇપણ પક્ષ બે ટર્મથી વધુ જીતતો નથી, ભાજપનું શું થશે જોવું રહ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આપને ગુજરાતની ડભોઈ વિધાનસભા બેઠક વિશે માહિતી આપીએ છીએ. ડભોઇ વિધાનસભા બેઠક જ્યાં કોઇપણ પક્ષ બે ટર્મથી વધુ જીતતો નથી, ભાજપનું શું થશે જોવું રહ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે જ પાર્ટીમાં ગાબડું પડ્યું છે. ડભોઇ કોંગ્રેસનો છેડો ફાડી 500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તમામ લોકોએ શૈલેષ મહેતાના હાથે કેસરિયો ધારણ કર્યો છે.

Vadodara Assembly Election

વર્ષ 2012માં ભાજપના બાલકૃષ્ણભાઈ નારણભાઈ પટેલને 70833 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ સિદ્ધાર્થ ચીમનભાઈને 65711 મત મળ્યા હતા. જેમાં બાલકૃષ્ણભાઈ નારણભાઈ પટેલ 5122 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના મહેતા શૈલેષભાઈ કનૈયાલાલ (શૈલેષ સોટ્ટા)ને 77945 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ સિદ્ધાર્થ ચીમનભાઈને 75106 મત મળ્યા હતા. જેમાં મહેતા શૈલેષભાઈ કનૈયાલાલ (શૈલેષ સોટ્ટા) 2839 મતથી જીત્યા હતા. જેમાં ડભોઈ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 118449 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 113573 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 0 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 232022 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

વડોદરા શહેર બેઠક:

વડોદરા શહેરમાંથી વર્ષો પૂર્વે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે રહીને સફળ કામગીરી બજાવનાર સ્વ. મકરંદ દેસાઈનું ઋણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદા કરી તેમના દીકરા ચૈતન્ય દેસાઈને અકોટા વિધાનસભાની ટિકિટની ફાળવણી કરી છે. વર્ષો પહેલા વડોદરા શહેરમાં જનસંઘમાંથી એકમાત્ર વાડી વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સ્વર્ગસ્થ મકરંદ દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા. વડોદરા શહેર જન સંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગયું હતું જેમાં સ્વર્ગસ્થ મકરંદ દેસાઈ નું મહત્વનું યોગદાન રહ્યું હતું.

Vadodara Assembly Election

સ્વર્ગસ્થ મકરંદ દેસાઈ ના નામથી અકોટા વિસ્તારમાં રસ્તા નું નામકરણ પણ થયેલું છે ભારતીય જનતા પાર્ટીમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખી તેમના દીકરા ચૈતન્ય દેસાઈને અગાઉ કોર્પોરેટર ની ટિકિટ આપી હતી અને હવે વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે.

Vadodara Assembly Election

વર્ષ 2012માં ભાજપના વકીલ મનીષા રાજીવભાઈને 103700 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના સોલંકી જયશ્રીબેન અશ્વિનભાઈને 51811 મત મળ્યા હતા. જેમાં વકીલ મનીષા રાજીવભાઈ 51889 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના મનીષા વકીલને 116367 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના અનિલ પરમારને 63984 મત મળ્યા હતા. જેમાં મનીષા વકીલ 52383 મતથી જીત્યા હતા. જેમાં વડોદરા શહેર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 157403 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 148828 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 11 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 306242 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

સયાજીગંજ બેઠક:

આ વખતે સૌથી વધુ દિગ્ગજ નેતાઓએ સયાજીગંજમાંથી દાવેદારી કરી છે. આ બેઠક ઉપર ભાજપે પહેલેથી જ નક્કી કર્યું હતું કે જીતી જાય તેવા ઉમેદવારને જ ટિકીટ આપવી. પરંતુ જ્યારે મોવડી મંડળમાં લિસ્ટ ગયું તેમાં સ્થાનિક કક્ષાની ગોઠવણ સ્પષ્ટપણે જણાઇ હતી. જેને કારણે લિસ્ટમાના કેટલાંકને તો સ્પષ્ટ ના પણ પાડી દેવાઇ હતી. ત્યારે હવે બળવાની બીકે આ બેઠક ઉપર કોને ટીકીટ આપવી તેનું કોકડું ગુંચવાયું છે.

Vadodara Assembly Election

વર્ષ 2012માં ભાજપના જીતેન્દ્ર રતિલાલ સુખડિયાને 107358 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના જોષી કિરીટભાઈ શાંતિલાલને 49121 મત મળ્યા હતા. જેમાં જીતેન્દ્ર રતિલાલ સુખડિયા 58237 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના જીતેન્દ્ર રતિલાલ સુખડિયા (જીતુભાઈ)ને 99957 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના નરેન્દ્ર રાવતને 40825 મત મળ્યા હતા. જેમાં જીતેન્દ્ર રતિલાલ સુખડિયા 59132 મતથી જીત્યા હતા. જેમાં સયાજીગંજ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 153901 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 146635 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 33 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 300569 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

અકોટા બેઠક:

વડોદરા જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે. આ 10 વિધાનસભા બેઠકમાં 5 શહેરની અને 5 ગ્રામ્ય વિધાનસભા બેઠકો છે. અકોટા વિધાનસભા બેઠક પર સીમા મોહિલે ધારાસભ્ય છે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપને હસ્તક છે, આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામે છે.

Vadodara Assembly Election

વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી સુધી સૌથી વધુ મતદારો ધરાવતા સયાજીગંજ વિધાનસભાનું વિભાજન કરીને તથા માંજલપુર બેઠકના મતદારોનું વિભાજન કરવામાં આવ્યું હતું. આ જનસંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2012માં આ બેઠકની રચના કરવામાં આવી છે. અકોટા વિધાનસભા બેઠકમાં જેપી રોડ, તાંદલજા, વાસણા, અકોટા, દિવાળીપુરા, લાયન્સ હોલ રોડ, ગોત્રી રામદેવનગરથી માંડીને રાજમહેલ રોડ, બગીખાના, નવાપુરા વિસ્તારનો સમાવેશ થાય છે.

Vadodara Assembly Election

વર્ષ 2012માં ભાજપના સૌરભ પટેલને 95554 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ લલિતભાઈ ઠાકોરભાઈને 45687 મત મળ્યા હતા. જેમાં સૌરભ પટેલ 49867 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના સીમાબેન અક્ષયકુમાર મોહિલેને 109244 મત મળ્યા હતા. તથા કોંગ્રેસ નારણજીત શરદચંદ્ર ચવ્હાણને 52105 મત મળ્યા હતા. જેમાં સીમાબેન અક્ષયકુમાર મોહિલે 57139 મતથી જીત્યા હતા. જેમાં અકોટા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 139623 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 135708 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 94 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 275425 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

રાવપુરા બેઠક:

રાવપુર બેઠક પર ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીઓના પરીણામ અંગે વાત કરવામાં આવે તો, વર્ષ 1967માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જેમાં PSPના એસ. એમ મહેતાએ 3397 મતોના માર્જીનથી કોંગ્રેસના ઉમેદવાર બી. જી કોન્ટ્રાક્ટરને હરાવ્યા હતા. ત્યારે બાદ વર્ષ 1972માં ઠાકોરભાઇ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની જીત નોંધાવી હતી.

Vadodara Assembly Election

વર્ષ 1975માં ભઇલાભાઇ ગરબડદાસે NCOમાંથી 14065 મતોના માર્જીનથી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરભાઇ પટેલને હરાવ્યા હતા. વર્ષ 1980માં સી. એન પેટેલે 5592 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી. ત્યાર બાદ સતત 5 ટર્મ એટલે કે વર્ષ 1990, 1995, 1998, 2002 અને 2007માં યોગેશ પટેલે ભાજપમાંથી સત્તાનું એક હથ્થું સુકાન સંભાળ્યું હતું. યોગેશ પટેલ આ બેઠક પર સતત 5 ટર્મ સુધી ધારાસભ્ય રહેનારા અત્યાર સુધીના એકમાત્ર નેતા છે. ત્યાર બાદ વર્ષ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક જીતી રહ્યા છે.

Vadodara Assembly Election

વર્ષ 2012માં ભાજપના રાજેન્દ્ર ત્રિવેદીને 99263 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના જયેશ ઠક્કરને 57728 મત મળ્યા હતા. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી 41535 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી “રાજુભાઈ વકીલ”ને 106985 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ચંદ્રકાંત આર. શ્રીવાસ્તવ “ભથ્થુભાઈ”ને 70335 મત મળ્યા હતા. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી 36650 મતથી જીત્યા હતા. જેમાં રાવપુરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 151428 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 145937 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 59 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 297424 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Vadodara Assembly Election

માંજલપુર બેઠક:

સયાજીગંજ અને માંજલપુરમાં કોકડું ગૂંચવાયું છે. વડોદરા આવેલા અમિત શાહે 25 ટકા નવા ચહેરાને સ્થાન અપાશે તેવી જાહેરાત કરી હતી. તેમના પગલે ચૈતન્ય દેસાઈ અને બાળકૃષ્ણ શુક્લને ટિકિટ આપી છે. જ્યારે સયાજીગંજ અને માંજલપુરની ટિકિટની રાહ જોવાઇ રહી છે. જોકે જાતિ સમીકરણમાં ભાજપે રાવપુરામાં મરાઠી, અકોટામાં બ્રાહ્મણને ટિકિટ આપી છે. હવે માંજલપુર અને સયાજીગંજ બેઠક પર ઓબીસી, પટેલ અને વૈષ્ણવ સમાજ પૈકી કયા સમાજ પર કળશ ઢોળાય છે તે જોવું રહ્યું.

વર્ષ 2012માં ભાજપના યોગેશ પટેલને 92642 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ગાંધી ચિન્નમ સત્યમ (ચિન્નમ ગાંધી)ને 40857 મત મળ્યા હતા. જેમાં યોગેશ પટેલ 51785 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના યોગેશ પટેલને 105036 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ચિરાગ હંસકુમાર ઝવેરી (ચિરાગ ઝવેરી)ને 48674 મત મળ્યા હતા. જેમાં યોગેશ પટેલ 56362 મતથી જીત્યા હતા. જેમાં માંજલપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 135536 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 127619 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 6 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 263161 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

પાદરા બેઠક:

ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર અપેક્ષીત ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં પાદરા બેઠક ઉપર પાદરા નગર પાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવતા પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે (દિનુ મામા) કાર્યકરોના ખભે બંધુક મૂકી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

Vadodara Assembly Election

વર્ષ 2012માં ભાજપના દિનેશભાઈ બાલુભાઈ પટેલને 75227 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ઠાકોર જશપાલસિંહ મહેન્દ્રસિંહ (પઢિયાર)ને 70919 મત મળ્યા હતા. જેમાં દિનેશભાઈ બાલુભાઈ પટેલ 4308 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઠાકોર જશપાલસિંહ મહેન્દ્રસિંહ (પઢિયાર)ને 92998 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ દિનેશભાઈ બાલુભાઈ (દીનુમામા)ને 73971 મત મળ્યા હતા. જેમાં ઠાકોર જશપાલસિંહ મહેન્દ્રસિંહ 19027 મતથી જીત્યા હતા. જેમાં પાદરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 122094 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 115692 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 237788 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

કરજણ બેઠક:

કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી આયાતી પરંતુ, ભાજપાની પેટા ચૂંટણીમાં જીતેલા વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને રિપીટ કરવામાં આવતા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) નારાજ થયા છે. તે સાથે તેમના સમર્થકો અને કાર્યકરોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. એવી પણ માહિતી મળી છે કે, સતીષ પટેલ (નિશાળીયા)એ પોતાના કરજણ સ્થિત કાર્યાલયમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો અને ભાજપાના બોર્ડ ઉતારી દીધા હતા.

Vadodara Assembly Election

વર્ષ 2012માં ભાજપના સતીષભાઈ મોતીભાઈ પટેલને 68225 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલને 64736 મત મળ્યા હતા. જેમાં સતીષભાઈ મોતીભાઈ પટેલ 3489 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલને 74087 મત મળ્યા હતા. તથા ભાજપના સતીષભાઈ મોતીભાઈ પટેલને 70523 મત મળ્યા હતા. જેમાં અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ 3564 મતથી જીત્યા હતા. જેમાં કરજણ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 108510 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 104533 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 11 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 213054 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Back to top button