ભાજપ હવે પ્રચારમાં અગ્રેસર, પીએમથી લઈ સ્ટાર પ્રચારકો ડોર ટુ ડોર ફરતાં જોવા મળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે દરેક પાર્ટી પોતાના જંજાવાતી પ્રચારમાં લાગી જશે. ત્યારે આવતી કાલથી ભાજપ પ્રથમ તબક્કાની બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત આવી રહ્યા છે ત્યારે જરાતમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અનેક સભા સંબોધશે તેમજ આ વખત ભારતીય જનતા પાર્ટી ડોર ટુ ડોર પ્રચાર કરતી જોવા મળી શકે છે. પીએમ મોદી બીજા તબક્કા પહેલા 2-3 ડિસેમ્બર ડોર ટુ ડોર કેમ્પેઈનમાં જોડાશે આ સિવાય અન્ય 52 નેતા વોટરોને વોટર સ્લિપ પણ આપશે
પીએમ મોદી સહિત અનેક નેતા ડોર ટુ ડોર પ્રચાર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19,20,21 ત્રણ દિવસ ગુજરાત ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.ત્યારે આ ત્રણ દિવસ તેઓ સૌરાષ્ટ્રમાં 8 જનસભાને સંબોધન કરશે તેમજ 19 તારીખે પીએમ મોદી વલસાડમાં જાહેરસભાને સંબોધીત કરશે. જે બાદ ને બીજા દિવસ 20 તારીખે વલસાડથી સોમનાથ જશે જ્યાં સોમનાથ મંદિરે સવારે 10 વાગે પૂજા અર્ચના કરશે. પૂજાની કામગીરી પતાવ્યા બાદ પીએમ મોદી 11 વાગે વેરાવળમાં જનસભા ને સંબોધશે.
આ પણ વાંચો:આખરે 76 વર્ષીય યોગેશ પટેલ 7 મી વખત મેદાનમાં ઉતરશે !
19,20,21 ત્રણ દિવસ પીએમનો જંજાવાતી પ્રચાર
ભારતીય જનતા પાર્ટી આ વખતના પ્રચારના કામમાં લાગી ગઈ છે ત્યારે 20મી તારીખને 1 વાગે ધોરાજી માં જનસભાને સંબોધશે. તે બાદ 2.30 વાગે અમરેલીમાં સભા સંબોધશે અને 4.15 વાગે બોટાદમાં બેક ટુ બેક જનસભા સંબોધીને જંજાવાતી પ્રચાર કરશે જે બાદને બોટાદ થી ગાંધીનગર રાજભવન આવશે ત્યાં રાજભવન ખાતે પીએમ રાત્રી રોકાણ કરશે.
પીએમ મોદીના ત્રીજા દિવસના કાર્યક્રમ 21મી તારીખે સુરેન્દ્રનગર પહોંચી 12 વાગે જનસભાને સંબોધશે જે બાદ 2 વાગે જંબુસર ખાતે પણ જનસભા કરશે તે બાદ 4 વાગે નવસારીમાં પણ જનસભાને સંબોધીત કરવામાં આવશે.