શું તમે જાણો છો કેમ ચા પીધા પછી પાણી ન પીવું જોઈએ ?
ભારતમાં જ નહિ હવે તો સમગ્ર વિશ્વમાં ચાનો ચસ્કો જોવા મળી રહ્યો છે. ભારતમાં ચા ની દીવાનગી કંઈક અલગ જ જોવા મળે છે. લોકો માટે ચા એક વ્યસન સમાન બની રહ્યું છે. લોકોને જો સવારે ચા ન મળે તો તેમના દિવસની શરૂઆત થતી નથી. ગુજરાતીમાં એક કહેવત પણ છે કે ” જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો ” ભારતમાં ચા નો પ્રેમ કંઈક અલગ જ જોવા મળે છે.ઘણા લોકો તો એવા પણ હોય છે કે જે દિવસમાં 10-12 વાર ચા પીવે તો પણ તેમને ઓછી લાગતી હોય છે. પણ શું તમે જાણો છે શા માટે ડોક્ટરની સલાહ મુજબ ચાનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. કારણ કે ચાનું વધુ પડતું સેવન શરીર માટે નુકશાનકારક છે. આવો જાણીએ ચાથી થતા નુકશાન વિશે….
ઇનૈમિલને થાય છે નુકશાન
દાંત પર પરત આવેલી હોય છે. તેને ઇનૈમિલ તરીકે ઓળખાય છે. આ પરતના લીધે દાંતને ઠંડુ, ગરમ, ખાટુ કે મીઠું ખાવાની કોઈ અસર વર્તાતી નથી. પરંતુ જો આ પરતને નુકસાન થાય તો દાંતને બધા જ ખોરાકનો અનુભવ થવા લાગે છે. ડોક્ટરની સલાહ મુજબ જો ચા પીધા પછી તરત જો પાણી પીવામા આવે છે તો ઇનૈમિલની પરતની સાથે સાથે દાંતની નસોને પણ નુકશાન થાય છે.
આ પણ વાંચો : શ્રદ્ધા હત્યાકાંડઃ મની ટ્રાન્સફર, ખોટી તારીખ અને ઈન્સ્ટાગ્રામ ચેટિંગ…
અલ્સરની સમસ્યા થઇ શકે છે
કેટલાક લોકોને વધુ ચા પીવાથી ખાટા ઓડકાર આવવાની સમસ્યા હોય છે. તેનો અર્થ થાય છે કે તેમને એસિડિટીની સમસ્યા થવા લાગી છે. લોકો આ સમસ્યાથીથી છુટકારો મેળવવા માટે એન્ટાસિડનો ઉપયોગ કરે છે. અથવા તો ગરમ ચા પીધા પછી તરત જ ઠંડા પાણીનું સેવન કરતા હોય છે. જેથી અન્નનળીમાં અલ્સરની સમસ્યા ઉદ્ભવે છે.
નાકમાંથી લોહી નીકળવું
ચાના સેવનના થોડા સમય પછી પાણી પીવાથી નાકમાંથી બ્લડીંગની સમસ્યા થઈ શકે છે. આમ કરવાથી શરીરમાં બે તાપમાન બને છે જેને કારણે નાકમાંથી લોહી નીકળે છે. ખાસ કરીને આ પ્રકારની સમસ્યા ઉનાળામાં વધુ થતી હોય છે.
આ પણ વાંચો : શું તમે પીધી છે ગુલાબી ચા !
ગળામાં ખરાશ અને શરદી થઇ શકે છે
ગરમ ચા પછી ઠંડુ પાણી પીવાથી ગાળામાં ખરાશ, ઉધરસ અને શરદીની સમસ્યા થઈ શકે છે. આમ કરવાથી શરીરમાં ઠંડીનું તાપમાન વધી જાય છે તેથી ચાના પીધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ.