ચૂંટણી 2022ટ્રેન્ડિંગ

સ્મૃતિ ઈરાનીએ પોતાનો કાફલો રોકાવી ચાખ્યો ગુજરાતની પાણીપુરીનો સ્વાદ

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પાર્ટીઓનાં પ્રચાર વધવા લાગ્યા છે. ગુજરાતને પોતાનો ગઢ ગણતી ભારતીય જનતા પાર્ટી ફરી ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે અને આ પ્રચારમાં કેટલાંય કેન્દ્રિય મંત્રીઓ પણ જોડાવવાના છે, તેમાનાં જ એક કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની ચૂંટણીનાં પ્રચાર માટે ગુજરાતનાં આણંદ જિલ્લામાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અલગ રીતે નાગરિકોનું ધ્યાન ખેચ્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આણંદમાં પાણીપુરીનો સ્વાદ ચાખ્યો હતો.

આ પણ વાંચો : NCPમાંથી રાજીનામું આપી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, હાર્દીક પટેલ સામે લડશે ચૂંટણી

પાણીપુરી ખાવા કાફલો ઊભો રખાયો

સ્મૃતિ ઈરાનીએ  તેમનો કાફલો રોકીને આણંદની ફેમસ પાણીપુરીનો આસ્વાદ માણ્યો હતો. તેઓએ કારમાંથી ઉતરીને મન ભરીને પાણીપુરી ખાધી હતી. તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. તેમણે સામાન્ય માણસની જેમ જ પાણીપુરી ખાધી હતી. ગુજરાતની પાણીપુરીનો સ્વાદ તેમની દાઢે વળગ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ અવારનવાર જોવા મળે છે. સ્મૃતિ ઈરાની અગાઉ આવ્યા ત્યારે પણ પાણીપુરી ખાધી હતી.

SMRITI IRANI - Hum Dekhenge News
SMRITI IRANI at Panipuri Stall in Aanand

આણંદ પહોંચ્યા સ્મૃતિ ઈરાની

ઉલ્લેખનીય છે કે, ભાજપ-કોંગ્રેસ તેમજ આપ દ્વારા પોત પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપ દ્વારા ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતાર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતનાં નેતાઓ ગુજરાતમાં 20 થી વધુ સભાઓ કરશે. આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સામેલ છે. આ પ્રચારનાં ભાગરુપે તેઓ આજે આણંદમા મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાર્યક્રમથી નીકળ્યા બાદ તેમણે આણંદમાં જ એક પાણીપુરીના સ્ટોલ પર પોતાનો કાફલો રોકાવ્યો હતો, જેથી સ્મૃતિ ઈરાની ચર્ચામાં આવ્યાં છે.

મોંઘવારીને લઈને લોકોએ કસ્યો તંજ

સ્મૃતિ ઈરાની આણંદ પહોંચ્યા બાદ જ્યારે પાણીપુરી ખાવા ઊભા રહ્યાં ત્યારે તેમને જોવા આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટ્યાં હતાં. તેમનો પાણીપુરી ખાતો વિડીયો પણ ઘણો વાયરલ થયો છે. તેમાં કેટલાંક લોકોએ મોંઘવારીને લઈને તેમની પર તંજ પર કસ્યો છે. એક યુઝરે ટ્વિટર પર લખ્યું હતું કે,’400 રૂપિયા નો ગેસ નો બાટલો મોંઘો જેને લાગતો હતો અને એ બાટલો લઈને વિરોધ કરતા હતા એ  સ્મૃતિ ઈરાની અત્યારે ગુજરાત માં 1060 નો બાટલો પણ સસ્તો લાગે છે અને ગુજરાત માં આવી ને આણંદ માં પાણી પુરી ની મજા માણી રહ્યાં છે બોલો.’

Back to top button