ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

NCPમાંથી રાજીનામું આપી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, હાર્દીક પટેલ સામે લડશે ચૂંટણી

Text To Speech

એનસીપી ગુજરાત મહિલા પ્રમુખ રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છેની ભારે ચર્ચા ચાલી રહી હતી જે બાદ આજે રેશ્મા પટેલે NCP માંથી રાજીનામું આપી દીધુ છે અને રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. NCP અને કોંગ્રેસના ગઠબંધન થયા પછી રેશ્મા પટેલને ક્યાંથી લડાવવા તે મોટે સવાલ હતો. ત્યારે આજે તેમણે પક્ષ પલટો કરી આપમાં જોડાઈ ગયા છે.

રેશ્મા પટેલે NCP માંથી આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમિકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે હવે NCP નેતા રેશ્મા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધાના ગણતરીના કલાકોમાં જ AAPમાં જોડાઈ ગયા છે. ત્યારે આજે AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને વિધિવત રીતે AAPમાં જોડાયા છે.

aap-hum dekhenege news
રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને વિધિવત રીતે AAPમાં જોડાયા

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રાજકોટ બેઠક પર શું ભાજપ પોતાનું વર્ચસ્વ યથાવત રાખી શકશે?

રેશ્મા પટેલને આપમાં સામેલ

રેશ્મા પટેલ NCPના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ ફૌજીયા ખાનને પત્ર લખીને તેમની સાથે અન્યાય થયોનું જણાવ્યુ હતુ. તેમજ તેમણે પાર્ટીમાં રહી નિષ્ઠાપૂર્વક કામ કર્યુ તેમ છત્તા તેમની સાથે અન્યાય થયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ NCP અને કોંગ્રેસના ગઠબંધન થયા પછી રેશ્મા પટેલને ક્યાંથી લડાવવા તે મોટે સવાલ બની ગયો હતો. ત્યારે આપે NCPમાં ઝાડુ ફેરવી દીધુ છે અને રેશ્મા પટેલને આપમાં સામેલ કરી દીધા છે.

Back to top button