મોંઘવારીનો વધુ એક માર, SBIએ વ્યાજ દરમાં કર્યો વધારો
દેશના લોકોને સોમવારે જ મોંઘવારી ઓછી થવાની ખબર પડી હતી. ત્યાં દેશની સૌથી મોટી બેંક SBIએ તેના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સાંભળીને દેશની મોટા ભાગની જનતાને ઝટકો લાગ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેની અલગ અલગ મુદતોની લોનના MCLR(માર્જિનલ કોસ્ટ બેઝડ લેન્ડિંગ રેટ)માં 0.15 ટકાનો વધારો કર્યો છે. જેથી નવા લોન ધારકને લોન લેવી મોંઘી પડશે. SBIએ લોનમાં MCLRને 0.15 ટકા વધારો કરવાથી ઓટો લોન, પર્સનલ લોન જેવી બધી જ લોન મોંઘી થઇ જશે.
આ પણ વાંચો : સુરત: પાંડેસરા ખાતે પ્રયાગરાજ કાપડ મિલમાં ભીષણ આગ લાગતા, મેજર કોલ જાહેર કરાયો
સોમવારે જ મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો
દેશની જનતાને લાંબા સમય પછી મોંઘવારીમાં રાહતના સમાચાર મળ્યા હતા. જેમાં Wholesale Price Index અને Consumer Price Indexમા ઘટાડો જોવા મળ્યો હતો. જોવા જઈએ તો SBIના લોન ગ્રાહકોને WPIઅને CPIના ઘટવાથી ખાસ અસર પડી ન હતી. પરંતુ ત્યાજ બીજા દિવસે SBIએ MCLRમાં 0.15 ટકાનો વધારો કરી ઈએમઆઈ મોંઘી કરી દીધી.
15 નવેમ્બરથી લાગુ થયા નવા નિયમો
ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના MCLRના વધારેલ દરની અસર બધી લોનના EMIમાં જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર, વ્યાજના નવા દર 15 નવેમ્બર 2022થી લાગુ પડયા છે. પરંતુ બેન્કની એક રાતની અવધિના દરમાં MCLR દ્વારા કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે
એક વર્ષની અવધિમાં વધારો
બેંક દરમાં એક વર્ષની અવધિમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષની અવધિનો દર પહેલા 7.95 ટકા હતો. હવે તેની જગ્યાએ 80.05 ટકા દર લાગુ કરવામાં આવ્યો છે. બે વર્ષની લોન અવધિનો MCLR પહેલા 8.15 હતો. જયારે હવે 8.25 થયો છે. ત્યારે ત્રણ વર્ષની અવધિની લોનનો MCLR દર પહેલા 8.25 ટકા હતો પરંતુ હવે 8.35 થયો છે.
કઈ અવધી માટે 0.15 ટકા દરનો વધારો
SBI દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી હતી. જેમાં એક મહિના, બે મહિના, ત્રણ મહિના અને છ મહિનાની સમયગાળાની લોનમાં 0.15 ટકા નો વધારો થયો છે. જેમા 7.75 ટકાથી હવે 8.05 ટકા પર પહોંચ્યો છે.