મનોરંજન

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. પટિયાલા હાઉસ કોર્ટે રૂ. 2 લાખના અંગત બોન્ડ અને એટલી જ રકમની એક જામીન ભરવાની શરતે જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ કોર્ટમાં પહોંચી હતી. આ પહેલા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની વચગાળાની જામીન 15 નવેમ્બર સુધી એટલે કે આજ સુધી લંબાવી હતી.3સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકે સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને જામીન આપ્યા છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. ન્યાયાધીશે 31 ઓગસ્ટના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં તપાસના સંદર્ભમાં EDએ જેકલીનને અનેક વખત સમન્સ પાઠવ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેસની પૂરક ચાર્જશીટમાં ફર્નાન્ડિસને આરોપી તરીકે નામ આપ્યું હતું. EDની પ્રથમ ચાર્જશીટ અને સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જેકલીનનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, તપાસ એજન્સી દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીના રેકોર્ડ કરાયેલા નિવેદનોની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં છેલ્લી સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેકલીનને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. EDની દલીલ હતી કે જેકલીન ફર્નાન્ડિસ પાસે પૈસાની કોઈ કમી નથી અને તે દેશમાંથી ફરાર થઈ શકે છે. તેના પર કોર્ટે પૂછ્યું હતું કે તમે અત્યાર સુધી જેકલીનની ધરપકડ કેમ નથી કરી. તેના પર એજન્સીએ સ્પષ્ટતા કરી કે જેકલીન સામે એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે જેથી તે દેશમાંથી ભાગી ન શકે.

એજન્સીના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું હતું કે જ્યારે અન્ય આરોપીઓ જેલમાં છે તો પછી પસંદગીની કાર્યવાહીની નીતિ કેમ અપનાવવામાં આવી રહી છે. જેકલીન ફર્નાન્ડિસે આ આધાર પર જામીન માટે અરજી કરી હતી કે હાલમાં તેની કસ્ટડીની કોઈ જરૂર નથી. અભિનેત્રી વતી દલીલ કરવામાં આવી હતી કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. એટલા માટે તેને જામીન આપવામાં આવે.

નોંધનીય છે કે, કોર્ટે 31 ઓગસ્ટના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી. જેકલીન ફર્નાન્ડિસને પણ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ફર્નાન્ડિસ, જેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેની તપાસના સંબંધમાં ઘણી વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે, તેમને પૂરક ચાર્જશીટમાં પ્રથમ વખત આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રશિયા સામે જી-20માં અમેરિકા એકલું પડ્યું, ભારત સિવાય સાઉદી, ચીન અને ઈન્ડોનેશિયા પણ વિરોધમાં

Back to top button