ચિત્રાસણી ખાતે બાલારામ સઘન ક્ષેત્રમાં મતદાનના શપથ લેવડાવામાં આવ્યા
પાલનપુર : ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણી સંદર્ભે વધુમાં વધુ મતદાન થાય અને 100 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ થાય એ માટે જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વિવિધ જાહેર સ્થળો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ સહિતના સ્થળે મતદાનના સંકલ્પ સાથે મતદાર જાગૃતિનો સંદેશ અને શપથ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અંતર્ગત ચિત્રાસણી ખાતે બાલારામ સઘન ક્ષેત્રના જી. જી. સ્ત્રી અધ્યાપન મંદિર અને આશ્રમ શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી મતદાનના શપથ લેવડાવામાં આવ્યા હતા.
પાલનપુર એરોમા સર્કલ પર પુષ્પગુચ્છ આપી મતદાનની અપીલ
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય અને 100 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ થાય એ માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયુ છે. જેના ભાગરૂપે પાલનપુર એરોમા સર્કલ ખાતે sveep ટિમ દ્વારા મુસાફરો, વાહન ચાલકો અને રાહદારીઓને પુષ્પગુચ્છ આપી મતદાન માટેની અપીલ કરવામાં આવી હતી.