મનોરંજન

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂના પિતાનું કાર્ડિએક અરેસ્ટથી નિધન

Text To Speech

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની માતાનું તાજેતરમાં નિધન થયું હતુ અને હવે એક્ટરના પિતાના પણ મોતના સમાચાર સામે આવ્યા છે. એક્ટર મહેશ બાબૂના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીનું પણ 80 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. કૃષ્ણાને સોમવારે સવારે કાર્ડિએક અરેસ્ટના કારણે હૈદરાબાદની કૉન્ટિનેન્ટલ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, જે બાદ મંગલવારની સવારે તેમના મોતના સમાચાર મળતા મહેશ બાબુના પરિવાર પર દુ:ખોનું આભ તૂટી પડ્યુ છે

ફિલ્મ પ્રૉડ્યૂસર અને ડાયરેક્ટર

તેલુગું સિનેમાના સુપર સ્ટાર મહેશબાબૂના પિતા કૃષ્ણા ઘટ્ટામનેની સિનેમાના મોટા અભિનેતાઓમાં ગણતરી કરવામા આવે છે. તેમણે અનેક હીટ ફિલ્મો આપી છે. તેમજ તે ફિલ્મ પ્રૉડ્યૂસર અને ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: મહેશ બાબુની માતાનું નિધન, માતા માટેનો અભિનેતાનો આ જૂનો વીડિયો વાયરલ

350 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે

તે અત્યાર સુધી 350 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની ફિલ્મી કેરિયરની શરૂઆત કુલા ગોથરાલુ (1961), પદંડી મુંધુકુ (1962), અને પરુવુ પ્રતિષ્ઠા (1963) જેવી ફિલ્મોથી કરી હતી. બાદમાં તેમને માનસુલુ (1965) માં એક લીડ એક્ટર તરીકે કાસ્ટ કરવામા આવ્યા હતા. કૃષ્ણાએ આગળ જઇને એક એક્ટર, ડાયરેક્ટર, અને ફિલ્મમેકર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી અને મોસાગલગુ મોસાગડુ, અલ્લૂરી સીતા રામારાજૂ, ગુડાચારી 116, જેવી ફિલ્મો બનાવી હતી.

થોડા સમય પહેલા જ માતાનું નિધન

મહેશબાબૂની માતાનું થોડા સમય અગાઉ નિધન થયું હતુ જે બાદ આજે તેમના પિતાનું 80 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. ત્યારે એક્ટરે પર દુઃખોનુ આભ તૂટી પડ્યુ છે.

Back to top button