ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અમિત શાહે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે કરી સૌથી મોટી વાત

Text To Speech

ગુજરાત ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે પ્રચારનો પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરથી સાંસદ અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. હાલમાં જ અમદાવાદમાં એક ચેનલ સાથે વાતચીતમાં શાહે કહ્યું કે, ભાજપ મુખ્યમંત્રી બદલવાના પક્ષમાં નથી.

અમિત શાહે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં છે અને સતત સંગઠનના કાર્યમાં લાગેલા છે. તેની સાથે જ વિધાનસભામાં ઉમેદવારોની અંતિમ પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત છે. આ વચ્ચે તેમણે એક વાતચીતમાં કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. શાહના નિવેદન પરથી લાગી રહ્યું છે કે જીતના કિસ્સામાં ભાજપ મુખ્યમંત્રી બદલવાના પક્ષમાં નથી. જુના મુખ્યમંત્રીને જ યથાવત રાખશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

આ સાથે જ ફરી એકવાર સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાલમાં ભાજપ મુખ્યમંત્રી બદલવાની સ્થિતિમાં નથી. છેલ્લા ઘણાં સમયથી વિવિધ તર્કવિતર્ક ચાલી રહ્યા છે તેના પર શાહે સ્પષ્ટતા કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક ખાનગી કાર્યક્રમમાં અમિત શાહ ભૂપેન્દ્ર પટેલને સીએમ તરીકે જાળવી રાખવાની વાત કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : કોંગ્રેસને યાદ આવ્યા મોરબીના મૃતકો, જયંતી પટેલે ફોર્મ ભરવા પહેલા આપી શ્રદ્ધાંજલિ

ઘાટલોડિયા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલ પોતાની ઉમેદવારી આગામી દિવસમાં નોંધવશે તે પહેલાં ગૃહમંત્રીને તેમના નામ પર દ્રઢ વિશ્વાસ છે તે વાત જોવા મળી રહી છે. આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તો ગત વિધાનસભાની ચુંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા હતા. જેની પણ જંગી લીડથી જીત થઇ હતી. ભૂપેન્દ્ર પટેલ આ બેઠકથી જ જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. પણ ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ગુજરાતની ચુંટણી લડવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Video: ખરી ખેલ દિલી હર્ષની, વિરોધ પક્ષના ઉમેદવાર સામે આવતા કરી આ વાત

Back to top button