ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

800 કરોડના કૌભાંડમાં જેલહવાલે રહેલા પૂર્વ ગૃહમંત્રી AAP માં જોડાશે

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે મંગળવારે સવારે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌઘરી હાલ રૂ. 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. વિપુલ ચૌધરી દ્વારા જેલમાંથી મોકલાવેલો પત્ર સભામાં વાંચી સંભળાવશે તેમજ વિસનગર વિધાનસભા સીટ પરથી આપમાં ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવશે.

ચૌધરીના આપમાં જોડાવાથી ઉત્તર ગુજરાતની 20 બેઠકો ઉપર થશે અસર

મહત્વનું છે કે, વિપુલ ચૌધરીની રૂ.800 કરોડના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ તેઓ જેલહવાલે રહેલા છે ત્યારે જેલમાંથી પણ તેઓ રાજકારણ મુકતા નથી. તેઓએ મંગળવારે આપમાં જોડાઈ ચૂંટણી લડવાની જાહેરાત કરવાના છે. ત્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ એટલે ઉત્તર ગુજરાતની 20 બેઠકો ઉપર તેની અસર પડે તેવી શકયતા સેવાઈ રહી છે.

Back to top button