ગુજરાત ચૂંટણી : ભાજપે બીજા તબક્કાના વધુ 12 ઉમેદવાર જાહેર કર્યા, અલ્પેશ ઠાકોરને પણ મળી ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. ત્યારે ભાજપે આજે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગાંધીનગર દક્ષિણ પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે તો રાધનપુરમાં લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ભાજપે હજુ પણ 4 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આજે ભાજપે જાહેર કરેલી 12 ઉમેદવારોની યાદીમાં 2 મહિલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મહિલા ઉમેદવારોમાં પાટણથી ડૉ. રાજુલબેન દેસાઈ અને ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ છે.
182 પૈકી 178 નામો જાહેર, ચાર બેઠક બાકી
ભાજપ દ્વારા આજે ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે કુલ 182 બેઠકો પૈકી 178 નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે ભાજપને માત્ર ગરબાડા, માંજલપુર, માણસા અને ખેરાલુ એમ ચાર બેઠકો પરથી જ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
આ રહ્યું ઉમેદવારોના નામની યાદી