ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

છોટાઉદેપુર બેઠક દરેક સમયે અલ્પવિકસિત રહેતા આ વખતે પરિવર્તન લાવશે!

છોટાઉદેપુર બેઠકને આમ તો અલ્પવિકસિત માનવામાં આવે છે. આ વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના કામો ઘણા ઓછા થયા હોવાની વાતો પણ અવારનવાર સાંભળવા મળતા હોય છે. એવામાં અહીંની સમસ્યાઓની વાત કરીએ તો આ બેઠક પર હાલ પીવાના પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે. આ સિવાય રોડ રસ્તાઓની હાલત પણ ખરાબ છે. સ્થાનિક લોકો ખરાબ રોડ રસ્તાઓની સ્થિતીને લઈને હાલાકી ભોગવી રહ્યાં છે. આ વિધાનસભા ક્ષેત્રમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને નવી સંસ્થાઓ ખોલવા માટેની માંગ પણ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ સાથે જ બેરોજગારી અહીંનો સળગતો મુદ્દો છે.

Chhota Udaipur Humdekhenge

વર્ષ 2012માં કોંગ્રેસના મોહનસિંહ છોટુભાઈ રાઠવાને 65043 મત મળ્યા હતા. તથા ભાજપના ગુલસિંગભાઈ રંગલાભાઈ રાઠવાને 62738 મત મળ્યા હતા. જેમાં મોહનસિંહ છોટુભાઈ રાઠવા 2305 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના મોહનસિંહ છોટુભાઈ રાઠવાને 75141 મત મળ્યા હતા. તથા ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 74048 મત મળ્યા હતા. જેમાં મોહનસિંહ છોટુભાઈ રાઠવા 1093 મતથી જીત્યા હતા. જેમાં છોટાઉદેપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 139222જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 132114 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 3 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 271339છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

જેતપુર બેઠક:

છેલ્લા પાંચ દાયકાઓથી ધૂપ છાવમાંથી પસાર થઇને આજે પણ અડીખમ ઉભેલા જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ કે જેને કારણે જેતપુર શહેરનું નામ દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે. જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણ યુગ માની શકાય. આ ગાળામાં જેતપુર શહેરની સરખામણી દુબઇ સાથે થતી હોવાથી મીની દુબઇ એવું જેતપુરને ઉપનામ મળ્‍યું હતું. આ સમય દરમ્‍યાન સમગ્ર દેશમાં ઔદ્યોગિક શહેર તરીકે જેતપુરનું નામ ગુંજતું હતું.

Chhota Udaipur Humdekhenge

વર્ષ 2012માં ભાજપના જયંતિભાઈ સવજીભાઈ રાઠવાને 61966 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના રાઠવા સુખરામભાઈ હરિયાભાઈને 57693 મત મળ્યા હતા. જેમાં જયંતિભાઈ સવજીભાઈ રાઠવા 4273 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના રાઠવા સુખરામભાઈ હરિયાભાઈને 77701 મત મળ્યા હતા. તથા ભાજપના રાઠવા જયંતિભાઈ સવજીભાઈને 74649 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના રાઠવા સુખરામભાઈ હરિયાભાઈ 3052 મતથી જીત્યા હતા. જેમાં જેતપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 138927 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 132067 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 3 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 270997 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

સંખેડા બેઠક:

છોટાઉદેપુર જીલ્લામાં આવેલી ધારાસભાની છોટા ઉદેપુર, જેતપુર પાવી અને સંખેડા- એમ ત્રણે ત્રણ બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીમાં પાંચમી ડિસેમ્બરે અહી મતદાન યોજાશે. 2017 ની છેલ્લી ચૂંટણીમાં અહી કોંગ્રેસને બે, તો ભાજપને એક બેઠક મળી હતી. વિધાનસભાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય એવા મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર બેઠક ઉપરથી ફક્ત 1093 મતની સરસાઈથી ચૂંટાયા હતા.

Chhota Udaipur Humdekhenge

વર્ષ 2012માં કોંગ્રેસના ભીલ ધીરુભાઈ ચુનીલાલને 80579 મત મળ્યા હતા. તથા ભાજપના તડવી અભેસિંહ મોતીભાઈને 79127 મત મળ્યા હતા. જેમાં ભીલ ધીરુભાઈ ચુનીલાલ 1452 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના અભેસિંહ મોતીભાઈ તડવીને 90200 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ભીલ ધીરુભાઈ ચુનીલાલને 77351 મત મળ્યા હતા. જેમાં અભેસિંહ મોતીભાઈ તડવી 12849 મતથી જીત્યા હતા. જેમાં સંખેડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 140894 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 135341 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 276237 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Back to top button