ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

Video: ખરી ખેલ દિલી હર્ષની, વિરોધ પક્ષના ઉમેદવાર સામે આવતા કરી આ વાત

Text To Speech

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તેમાં તમામ પાર્ટીઓએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં એક અનોખી ઘટના સામે આવી છે. તેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનો હસમુખો સ્વભાવ બધાની સામે આવ્યો છે. તેમાં હરિફ ઉમેદવારને પણ તેમણે શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: ગાંધીનગર દક્ષિણ બેઠક માટે આખરે અલ્પેશને ફોન કરીને આપવામાં આવી સૂચના

હર્ષ સંઘવી અને બલવંત જૈન વચ્ચે હસી-મજાક

ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન સામ-સામે આવી ગયા હતા અને એકબીજાને ભેટી પડ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મજુરા બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. આ સમયે એકાએક હર્ષ સંઘવી અને બલવંત જૈન સામે-સામે આવી ગયા હતા. જે બાદ હર્ષ સંઘવી અને બલવંત જૈન વચ્ચે હસી-મજાક પણ થાય છે અને બાદમાં બંને એકબીજાને ભેટી પડે છે.

આ પણ વાંચો: સુરત AIMIMના વડા ઓવૈસીની સભામાં મોદીના નામના લાગ્યા નારા

આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે

ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને બલવંત જૈન ભલે રાજકીય મોર્ચે એકબીજાના વિરોધમાં ઉમેદવાર છે. જેમાં આ વખતે કાર્યાલય બહાર આવાં દ્રશ્યો જોઈને એવું લાગતું હતું કે, બંને એકબીજાના લાંબા સમયના મિત્રો હોય. હર્ષ સંઘવી અને બલવંત જૈને એકબીજાને શુભેચ્છાઓ પર પાઠવી હતી. જો કે, મજુરા વિધાનસભા સીટ પરથી હર્ષ સંઘવીના જીતવાના ચાન્સ વધારે છે. કેમ કે, આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. જેમાં ભાજપા જંગી મતોથી જીતશે તેવા સંકેત આવી રહ્યાં છે.

Back to top button