ઉત્તર ગુજરાતચૂંટણી 2022

પાલનપુરમાં મહેશ પટેલની ટીકીટ કોંગ્રેસે જાહેર ના કરતાં નગર સેવકોના રાજીનામાની ચીમકી

Text To Speech

પાલનપુર: પાલનપુરમાં મહેશ પટેલની ટિકિટ જાહેર ન કરાતા કાર્યકરોમાં અસંતોષ ની લાગણી પ્રસરી છે. મહુડી કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા પાલનપુરની બેઠક માટે છેલ્લા કેટલાક દિવસોથી એમ.એલ.એ. મહેશ પટેલનું નામ ચાલી રહ્યું હતું. પરંતુ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયા પછી પણ હજુ સુધી તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જેને લઈને પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકરોમાં અસંતોષની લાગણી પ્રસરી છે.

જ્યારે નારાજ થયેલાં પાલનપુર નગપાલિકાના સાત નગર સેવકોએ રાજીનામાંની ચીમકી આપી દીધી છે. જ્યારે પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાટીદારોનું ટોળું વિરોધ નોંધાવા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ધસી ગયું હતું. જોકે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળા લાગેલા હતા. આ અંગે ઉપપ્રમુખ શહેર કોંગ્રેસ રમેશ સોલંકી એ જણાવ્યું હતું કે, જો મહેશ પટેલને ટિકિટ નહીં આવે તો બાકીની સીટો ઉપર પણ અસર પડશે.

આ પણ વાંચો : કમલમ દરવાજા બંધ કરવા પડ્યા, ભાજપનો આંતરિક રોષ શાંત કરવા હવે ‘શાહ’ મેદાને !

પાલનપુર શહેરની આ બેઠકને લઈને કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. અને ટિકિટના મામલે ભારે અસંતોષ પ્રસરેલો છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસને નુકસાન થાય તેવી સંભાવના રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button