ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગાંધીનગર દક્ષિણ બેઠક માટે આખરે અલ્પેશને ફોન કરીને આપવામાં આવી સૂચના

Text To Speech

ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પણ તેમ છત્તા ગુજરાતની ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉમેદવારનુ નામ જાહેર કરવામાં આવ્યું ન હતુ. આ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા થઈ હતી જે બાદ આજે ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધો છે જે અંગે અલ્પેશ ઠાકોરને ફોનથી સૂચના આપવામાં આવી છે, ત્યારે ગાંધીનગરની દક્ષિણ બેઠકથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશેનુ ફાઈનલ થઈ ગયું છે.

અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની યાદીમાં ગાંધીનગરની દક્ષિણ઼ બેઠક પર કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. પણ ચર્ચા મુજબ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે ની પુરે પુરી શક્યતાઓ હતી. પણ નામ જાહેર થાય તે પહેલા જ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના વિરોધમાં બેનરો લાગ્યા હતા. અને વિરોધ વચ્ચે હવે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જ ચૂંટણી લડવા માટે ફોન આવી ગયો છે. ત્યારે 17મી તારીખે અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચો:સુરત AIMIMના વડા ઓવૈસીની સભામાં મોદીના નામના લાગ્યા નારા

અલ્પેશ ઠાકોરને ફોન કરીને સૂચના અપાઈ

ગાંધીનગર દક્ષિણ બેઠક માટે અલ્પેશ ઠાકોરને ફોન કરીને સૂચના આપવામાં આવી છે. ત્યારે એ વાત નક્કી થઈ ગઈ છે કે ગાંધીનગરની આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર જ ઉમેદવારી કરશે. ત્યારે આ સહિત અન્ય પણ 16 ઉમેદવારોને ટેલિફોનીક જાણ કરવામાં આવી છે

Back to top button