આ વાનર પ્રજાતિ માતાના ગર્ભમાં બૂમો પાડતા શીખે છે, અલ્ટ્રાસાઉન્ડથી ચોંકાવનારો ખુલાસો
પૃથ્વી પર માણસની સાથે અનેક જીવ વસે છે. બધાની ખાણીપીણી અલગ છે. માણસનું બેબી જન્મ લે ત્યારે સૌથી પહેલાં રડે છે. માણસોની જેમ જાનવરોના બાળકો જન્મે ત્યારે તે બોલે છે. પરંતુ એક વાનરની પ્રજાતિ એવી છે કે તેના બાળકો ગર્ભમાં જ રડવાની પ્રેક્ટિસ કરતા હોય છે. આ વાનર પ્રજાતિને મર્મોસેટ કરીકે ઓળખવામાં આવે છે.
મર્મોસેટના અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાનર પ્રજાતિ ગર્ભમાં જ એક અલગ પ્રકારની પેટર્નને ફોલો કરે છે અથવા મિમિક્રી કરે છે. જ્યારે ગર્ભમાં બાળક અવાજ કરતું નથી ત્યારે આમ અનુકુલન સાધે છે. આ ઉપરાંત મર્મોસેટ વાનર પ્રજાતિ એકબીજા સાથે વાતચીત કરવા અનેક પ્રકારના અવાજ કાઢતી હોય છે. આ મોમેન્ટને સંપર્ક કોલ કહે છે. આ દરમિયાન તેઓ સિટીને જેમ અવાજ કાઢે છે.
નવજાત બાળકના શરૂઆતના વ્યવહારને ઇનનેટ કહે છે. પ્રિન્સટન યુનિવર્સિટીની એક ટીમે આ જાણવાની કોશિશ કરી હતી. બાળક પેદા થતા જ રોવાનું કેવી રીતે શીખી જાય છે. દર્શન નારાયણન અને તેમના સાથી મિત્રોએ આ અંગે સંશોધન કર્યું છે. માણસની જેમ જ મર્મોસેટ વાનરના ગર્ભમાં જ સ્વરોનો વિકાસ થાય છે. બે મર્મોસેટ વાનરના અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરતા આ માલૂમ પડ્યું છે.
પ્રથમવાર 95 દિવસે ગર્ભમાં વાનરનો ચહેરો દેખાયો. ત્યારબાદ ક્રમશઃ વિકાસ થતો દેખાયો. તેની હરકતો મર્મોસેટ વાનર જેવી જ હતી. તેની પુષ્ટિ કરવા માટે, વૈજ્ઞાનિકોની ટીમે અવધિ નક્કી કરે છે. આ માટે ગર્ભના જડબાની હિલચાલને ફ્રેમ-બાય-ફ્રેમ ટ્રેક કરવામાં આવી હતી. આ સાથે તેને સિલેબલની સંખ્યા પણ માપવામાં આવી હતી. ગર્ભની હિલચાલને જન્મ પછી બાળકના મર્મોસેટના અવાજ સાથે સરખાવવામાં આવી હતી. જેમ જેમ જન્મ નજીક આવે છે તેમ, ગર્ભના ચહેરા અને મોંની હલનચલન બાળકના સંપર્ક કૉલ્સ જેવી હોય છે.