ધર્મ

શું છે શુભ-અશુભ મુહૂર્ત, જાણો કેવી રીતે બને છે શુભ મુહૂર્ત ?

Text To Speech

શું આપ જાણો છો ક્યાં ચોધાડીયા અને મુહૂર્ત છે શુભ-અશુભ હિંદુ ધર્મમાં શાસ્ત્રો અનુસાર મુહૂર્તનું મહત્વ અનંતકાળથી ચાલી આવ્યું છે. મુહૂર્ત ચોઘડિયા પરથી જોવામાં આવે છે. આપણા ઋષિ-મુનીઓ કહેતા કે, સારા સમયમાં કરેલા કાર્ય નિર્વિઘ્ન અને સફળતા સાથે સંપન્ન થાય છે. સામાન્ય રીતે હિંદુ ધર્મમાં કોઈ પણ વ્યક્તિ તેના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મુહૂર્ત જોવડાવે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે મુહૂર્ત કે ચોઘડિયા એટલે શું..?

મુહૂર્ત એટલે શું ?

જો સાદી ભાષામાં કહીએ તો મુહૂર્ત એટલે ‘કોઈ પણ કાર્યને આરંભ કરવાનો સારો સમયગાળો’. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે, સારા સમયગાળામાં શરુ કરેલા કાર્યમાં કોઈ પણ અડચણ કે રુકાવટ આવતી નથી અને તે સરળતાથી પુર્ણ થાય છે. જ્યારે અશુભ સમય ગાળા દરમિયાન શરુ કરેલ કાર્યમાં રુકાવટ આવે છે અથવા તો તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી. કેટલા વ્યક્તિઓ પાસેથી સાંભળવા મળે છે કે, તેમનો દિવસ આજે સારો રહ્યો તેના પાછળ શુભ સમય જોડાયેલો છે. નિર્ધારિત સમયે શરુ કરલા કાર્યમાં સફળતા મળે છે.

આ પણ વાંચો : ક્યારે છે કાલ ભૈરવ જયંતી જાણો સાચી તારીખ અને તિથિ !

ચોઘડિયા એટલે શું ?

દિવસ અને રાત્રીના ચોઘડિયા અલગ – અલગ હોય છે. દિવસના ચોઘડિયા સૂર્યોદયથી ગણવામાં આવે છે. જ્યારે રાત્રીના ચોઘડિયા સૂર્યાસ્તથી ગણવામાં આવે છે. ચોઘડિયાનો સમયગાળો 90મિનિટનો હોય છે. જેમાં શુભ, લાભ,અમૃત,રોગ,ઉદ્વેગ, કાળ અને ચલ જેવા ચોઘડિયાનો સમાવેશ થાય છે.

શું છે શુભ-અશુભ મુહૂર્ત, જાણો કેવી રીતે બને છે શુભ મુહૂર્ત ? -humdekhengnews

શુભ ચોઘડિયા ક્યાં છે ?

શુભ, લાભ,અમૃત જેવા ચોઘડિયા ને શુભ માનવામાં આવે છે. આ ચોઘડિયામાં સારા કાર્યો કરવામાં આવે છે. જેથી જાતકોને કાર્યમાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો : જાણો કેવા પ્રકારનું તિલક તમારા માટે શુભ છે કે અશુભ?

અશુભ ચોઘડિયા

રોગ,ઉદ્વેગ, કાળ જેવા ચોઘડિયાને અશુભ માનાવામાં આવે છે. આ ચોઘડિયામાં કરવામાં આવેલ કાર્યમાં અડચણ અથવા રુકાવટ આવે છે. માટે આ અશુભ ચોઘડિયામાં શુભ કે કોઈ પણ પ્રકારના કાર્યોની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે.

મધ્યમ ચોઘડિયા

મધ્યમ ચોઘડિયા એટલે એવા ચોઘડિયા કે જેમાં શરુ કરેલા કાર્યમાં જાતકોને ના સારું કે ના ખરાબ પરિણામ મળે છે. મધ્યમ ચોઘડીયામાં ચલ ચોઘડિયાનો સમાવેશ થાય છે. આ ચોઘડિયામાં શરુ કરેલ કાર્યમાં મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે.

Back to top button