આજે Children’s Day જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે મહત્વ
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં આજે દેશભરમાં Children’s Dayની ઉજવણી કરવામા આવે છે. જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર, 1889 ના રોજ પ્રયાગરાજ ખાતે થયો હતો.
દેશભરમા આજે બાળ દિવસ ઉજવાઈ રહ્યો છે. દરવર્ષે 14 નવેમ્બરના રોજ ભારતમા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં આ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ શું આપ જાણો છો કે 14 નવેમ્બરના રોજ જ કેમ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
કેમ 14 નવેમ્બરે જ ઉજવાય છે બાળ દિવસ ?
આ દિવસે ભારતના પહેલા વડાપ્રધાન એવા પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ થયો હતો. તેમના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14 નવેમ્બર, 1889 ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો.
બાળ દિવસનું મહત્વ?
બાળ દિવસની ઉજવણીમાં બાળ જાગૃતિને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં બાળકોના અધિકાર, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કહેવાય છે કે બાળકો દેશનું ભવિષ્ય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે.
પંડિત જવાહરલાલ “ચાચા નહેરુ’ તરીકે પણ ઓળખાતા હતા. તેનું મહત્વનું કારણ એ છે કે તેઓ બાળકોમાં ખૂબ લોકપ્રિય હતા. તેઓ બાળકોને દેશની ભાવી સંપત્તી માનતા હતા. તેમજ તેઓ બાળકોને શિક્ષિત કરવા જોઈએ અને તેમને યોગ્ય દિશા મળી રહે તે માટે પંડિત જવાહરલાલ નહેરુએ વિવિધ કાર્યો પણ કાર્ય હતા. આ માટે આઝાદી પછી દેશની કમાન સંભાળતા જ તેમણે ઘણી જાણીતી સંસ્થાઓનું નિર્માણ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
IIT, IIM જેવી સંસ્થાઓ બનવા પર ભાર આપ્યો
જવાહર નેહરુએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ(AIIMS),ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી(IIT), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી(NIT) જેવી અગ્રણી સંસ્થાઓ બનવાનો આગ્રહ રાખ્યો હતો. તેમજ જવાહર નેહરુ એ કહ્યું હતું કે, આજના બાળકો આવતીકાલનું ભારત બનશે અને અમે તેમને જે રીતે ઉછેરીશું તે દેશનું ભવિષ્ય નક્કી કરશે.
આ પણ વાંચો : ઠંડીમાં વધારો : 11 શહેરોમા તાપમાન 20 ડીગ્રીથી નીચું
પહેલા બાળ દિવસ 20 નવેમ્બરે ઉજવાતો હતો
14 નવેમ્બરને ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવામાં આવે છે. જોકે 1946મા પંડિત નેહરુનું અવસાન થતા નક્કી કરવામાં આવ્યું હતું કે, નહેરુજીના જન્મજયંતિના દિવસે બાળ દિવસની ઉજવણી કરવામા આવશે.
ભારતીય સંસદે, ઠરાવ પસાર કરતી વખતે, દેશના પહેલા વાળા પ્રધાનની જન્મજયંતિને બાળ દિવસ તરીકે નિયુક્ત કર્યો. ત્યારથી 14 નવેમ્બરને દેશભરમાં બાળ દિવસ તરીકે ઉજવામાં આવે છે.