ટિકિટ કપાતા નારાજ કાંધલ જાડેજાનું NCP માંથી રાજીનામું, ચર્ચાસ્પદ બેઠક કુતિયાણામાં ભારે વિરોધ
વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષમોમાં ઉમેદવારોની પસંદગી અંગે ભારે વિવાદ ચાલી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે તેમને મનાવવા માટે હાઈકમાન્ડ તમામ જોર લગાવ્યો પણ NCP માં નારાજ મુરતિયાએ પાર્ટી જ છોડી દીધી છે. કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં રોષ ભભૂક્યો છે. જ્યારે બીજી તરફ આજે પ્રથમ ચરણ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
કાંધલ જાડેજાના સ્પોર્ટમાં NCP ના 6 હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધા છે. આ પહેલા પણ સૌરાષ્ટ્ર સહિત અનેક તાલુકા અને જિલ્લા હોદ્દેદારોએ NCP નો સાથ છોડી દીધો છે. જેના કારણે પાર્ટીની અંદર ભારે વિવાદ ઊભો થતો જોવા મળી રહ્યો છે. આ માટે પક્ષ દ્વારા પણ મનાવવાની કોશિશ કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પોરબંદરમાં જીતની હેટ્રિક લગાવી શકશે ભાજપ, જાણો 2 બેઠકનું રાજકીય ગણિત
કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતું આ વખતે એનસીપીએ ટિકીટ ન આપતા કાંધલ જાડેજાએ રાજીનામું ધરી દીધુ છે.
ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. કુતિયાણા વિધાનસભા બેઠક પર ‘ગોડમધર’ના પુત્રનું રાજ છે. જેના માટે તમામ પક્ષો આ મુદ્દા પર વિચારણા કરીને જ આગળ વધી રહ્યું છે.