હવે ડેબિટ કાર્ડ વગર પણ કરો UPI પેમેન્ટ : જાણો શું છે પ્રક્રિયા ?
કોઈ પણ UPI પેમેન્ટ માટે તમારું UPI એકાઉન્ટમાં ડેબિટ કાર્ડ લિંક હોવું જરુરી છે. પરંતુ હવે કોઈ પણ UPI એકાઉન્ટ ડેબિટ કાર્ડ વગર OPEN કરી શકાશે. કારણ કે PhonePe દ્વારા આધાર કાર્ડ સાથે UPI એક્ટિવેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કે આ આધાર કાર્ડનો ઉપયોગ કરીને OTP પ્રમાણીકરણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, ATM કાર્ડની વિગતો વિના, UPI એક્ટિવેશન આધાર કાર્ડની મદદથી કરી શકાય છે.
આ પણ વાંચો : જાણો વોટ્સએપ દ્વારા રજૂ થયેલ ફિચર ‘કોમ્યુનિટી’ અને ‘ગ્રુપ’ વચ્ચે શું તફાવત છે ?
હવે UPI પેમેન્ટ ડેબિટ કાર્ડ વગર થઈ શકશે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI એક્ટિવેટ કરવા માટે ડેબિટ કાર્ડ જરૂરી હતું. આવી સ્થિતિમાં, જે વપરાશકર્તાઓ પાસે બેંક ખાતા સાથે ડેબિટ કાર્ડ નથી, તેઓ UIP સક્રિય કરી શકતા નથી. આવા વપરાશકર્તાઓ માટે PhonePe દ્વારા આધાર આધારિત UPI સેવા શરૂ કરવામાં આવી છે.
આધાર આધારિત UPI સક્રિયકરણ પ્રક્રિયા
- સૌ પ્રથમ, તમારે Google Play Store અથવા Apple App Store પરથી PhonePe એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે.
- આ પછી PhonePe એપને ઓપન કરવાની રહેશે.
- આ પછી તમારે એપમાં તમારો મોબાઈલ નંબર અને OTP દાખલ કરવો પડશે.
- આ પછી તમારે માય મની પેજ પર જવું પડશે.
- તે પછી પેમેન્ટ મેથડ મોડ પર ટેપ કરો.
- અહીં તમારે Add New Bank Account ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, તે બેંક પસંદ કરવાની રહેશે જેના માટે UPI સક્રિય કરવાનું છે.
- આ પછી PhonePe દ્વારા વેરિફિકેશન કર્યા બાદ એકાઉન્ટ UPI સાથે લિંક થઈ જશે.
- આ પછી ડેબિટ/એટીએમ કાર્ડ અથવા આધાર કાર્ડ પસંદ કરવાનું કહેશે.
- અહીં તમારે આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ પછી આધાર કાર્ડના છેલ્લા 6 અંકો નાખવાના રહેશે. અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો OTP એન્ટર કરવાનો રહેશે.
- OTP દાખલ કર્યા પછી, તમારે UPI PIN સેટ કરવાનો રહેશે અને તમારી PhonePe UPI પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
નોંધ – આધાર આધારિત UPI પ્રક્રિયા માટે તમારો મોબાઇલ નંબર બેંકમાં નોંધાયેલ હોવો આવશ્યક છે.