ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

શાહના નેતૃત્વામાં કમલમમાં હાઈવોલ્ટેજ બેઠક શરુ, ઉમેદવારો અંગે લેવાશે નિર્ણય

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના હજુ કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. ત્યારે આજે દેશના ગૃહમંત્રી અમિતશાહ કમલમ ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ કમલમ પહોંચ્યા છે. જ્યારે સી. આર. પાટીલ, પ્રદીપ સિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતમાં

ભાજપે અગાઉ 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જે બાદ હજુ પણ કેટલાક નામો બાકી છે. તેમજ કાલે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ છે ત્યારે આજે અથવા તો કાલ સવાર સુધીમાં બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર થઈ જશે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતમાં છે ત્યારે તે અત્યારે કામલમ પહોંચ્યા છે અને ભાજપ નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરશે, અને આ બેઠકમાં બાકી રહેલી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત અંગે ચર્ચા કરશે જે બાદ નામોની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો:ભાજપમાં ભડ્કો શાંત કરવાની જવાબદારી હવે શાહ પાસે, તો કેજરીવાલ અને ઔવેસીનું શું છે ગણિત ?

નારાજ નેતાઓનો અસંતોષ ઠારવા પ્રયાસ

ગાંધીનગર સંસદીય વિસ્તારની વિધાનસભા બેઠકના ઉમેદવારના હજુ સુધી નામ જાહેર કરાયા નથી. ત્યારે ગાંધીનગર લોકસભામાં આવતી તમામ સીટો જીતવા માટે વિશેષ રણનીતિ બનાવવામાં આવશે. આ સાથે ગુજરાતના નારાજ નેતાઓનો અસંતોષ ઠારવા પ્રયાસ કરશે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ કમલમ પહોંચ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કમલમ પહોંચશે.

વઢવાણ બેઠક પર ઉમેદવાર બદલ્યો

ભાજપના જાહેર ઉમેદવારો પૈકી વઢવાણના ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યા ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે જીજ્ઞાબેન પંડ્યા વઢવાણ ચૂંટણી નહી લડે ત્યારે આ બેઠક પરથી ભાજપે જગદીશ મકવાણાને ઉમેદવાર તરીકે ઉતારવાનુ નક્કી કર્યું

Back to top button