ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: મહીસાગર જિલ્લાના મતદારોનો જાણો વરતારો
મહીસાગર જિલ્લો 15મી ઓગસ્ટ, 2013એ પંચમહાલ અને ખેડામાંથી છુટો પડ્યો હતો. ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા. જ્યારે ગળતેશ્વર નવો તાલુકો બની ખેડા જિલ્લામાં રહ્યો. પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.
બાલાસિનોર બેઠક
બાલાસિનોર તાલુકો ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. બાલાસિનોર આ તાલુકાનું મુખ્ય મથક છે. બાલાસિનોર તાલુકાની એક તરફ અરવલ્લી જિલ્લો તેમ જ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે અને પૂર્વ દિશામાંથી મહી નદી પસાર થાય છે. અહીં વણાકબોરી ખાતે વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર આવેલ છે. આ સાથે જ બાલાસિનોર વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની 121 નંબરની બેઠક છે. આ બેઠક અંતર્ગત બાલાસિનોર તાલુકાના ગામો, વીરપુર તાલુકાના ગામો, કપડવંજ તાલુકાના ગામો અને કઠલાલ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસના ગઢમાં શું ભાજપ પરચમ લહેરાવશે ? જાણો ડાંગ બેઠકનું રાજકીય ગણિત
વર્ષ 2012માં કોંગ્રેસના ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈને 87088 મત મળ્યા હતા. તથા ભાજપના પાઠક રાજેશભાઈ ઉર્ફે પપ્પુભાઈ ગજાનનને 69917 મત મળ્યા હતા. જેમાં ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈને 17171 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણને 84620 મત મળ્યા હતા. તથા ભાજપના ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈને 74018 મત મળ્યા હતા. જેમાં અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ 10602 મતથી જીત્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
જેમાં બાલાસિનોર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 147737 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 140399 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 6 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 288142 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
લુણાવાડા બેઠક
ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી લુણાવાડા બેઠક 122 મા ક્રમની બેઠક છે. ગુજરાતના મહિસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાંથી એક લુણાવાડા વિધાનસભા બેઠક પણ છે. લુણાવાડા જિલ્લાનું મુખ્ય મથક પણ છે અને તે મીની કાશીના નામથી પણ ઓળખાય છે. અહીંની સંસ્કૃત પાઠશાળામાં મોટા મોટા વિદ્વાનોએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. દેશના બંધારણનું સંસ્કૃતમાં રૂપાંતર અહીંના વિદ્વાન એમ.એ.દવે દ્વારા કરવામાં આવ્યું છે. આઝાદી પહેલા લુણાવાડા રાજ્ય હતું. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા “કૃષ્ણ ઘેલો” રાજ્યના દીવાન નર્મદા શંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી.
વર્ષ 2012માં કોંગ્રેસના હીરાભાઈ હરીભાઈ પટેલને 72814 મત મળ્યા હતા. તથા ભાજપના માલીવાડ કાળુભાઈ હીરાભાઈને 69113 મત મળ્યા હતા.
જેમાં હીરાભાઈ હરીભાઈ પટેલ 3701 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના રાઠોડ રતનસિંહ મગનસિંહને 55098 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ મનોજકુમાર રાયજીભાઈને 51898 મત મળ્યા હતા. જેમાં રાઠોડ રતનસિંહ મગનસિંહ 3200 મતથી જીત્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
જેમાં લુણાવાડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 147429 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 140574 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 3 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 288006 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
સંતરામપુર બેઠક
સંતરામપુર વિધાનસભા બેઠક હેઠળ સંતરામપુર તાલુકાના ચિટવા, બુગડ, બુગડના મુવાડા, કણઝારા (સંત), વ્યાર, પાણીયાર, ભાણા સીમલ, ખેડાયા (પ્રતાપગઢ), કુંડા, ભામરી, સીમલિયા, સરદ, કોટરા, મોતી ક્યાર, નાની ક્યાર, ક્યારીયા, પીઠાપુર (બોરવાડા), નલાઈ, ટિંબલા, ભંડારા, બટકવાડા, મોલારા, ઉખરેલી, દલિયાટી, ભીનાદ્રા, સાગવડિયા (સંત), કંજારા (સંત), બારીકોટા, પાંચાની મુવાડી, મેટાણાના મુવાડા, દોટાવાડા, સુરપુર, મોટા સરનાઈયા, બાબરોલ, સાંગાવાડા, વડીયા, કસલપુર, ઉન્દ્રા, મોતી ખરસોલી, વાંટા (મહેતાણા), વાવિયાના મુવાડા, કાસીયા, આસીવાડા, ચેલા પાગીના મુવાડા, ગાલા તલાવડી, ગામડી, પાગીના મુવાડા, કોઠીના મુવાડા, મોવાસા, બવાના સાલીયા, દહેલા, ભોટવા, લીમડા મુવાડી , રાણીજીની પડેડી , લાલકપુર , ગરાડીયા , માલણપુર , નાના નટવા , સડા , બાબરાઈ , હીરાપુરા , વાંજીયા ખુંટ , નરસીંગપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ બેઠકમાં કડાણા તાલુકો પણ આવી જાય છે.
વર્ષ 2012માં કોંગ્રેસના ડામોર ગેન્દલભાઈ મોતીભાઈને 68026 મત મળ્યા હતા. તથા ભાજપના ભમત માનસિંહ વલ્લભભાઈને 42372 મત મળ્યા હતા. જેમાં ડામોર ગેન્દલભાઈ મોતીભાઈ 25654 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ડીંડોર કુબેરભાઈ મનસુખભાઈને 68362 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ગેંદલભાઈ મોતીભાઈને 61938 મત મળ્યા હતા. જેમાં ડીંડોર કુબેરભાઈ મનસુખભાઈ 6324 મતથી જીત્યા હતા.
આ બેઠક પર મતદારોની સંખ્યા
જેમાં સંતરામપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 121337જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 116791 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 7 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 238135 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.