ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસના ગઢમાં શું ભાજપ પરચમ લહેરાવશે ? જાણો ડાંગ બેઠકનું રાજકીય ગણિત

Text To Speech

ગુજરાતમાં ચૂંટણી જાણે કે તહેવાર હોય તેમ મનાવાઇ રહી છે. તેવામાં આ વખતે ચૂંટણીમાં વિકાસની સાથે સાથે જાતી અને ધર્મનો મુદ્દો તો છે અને મોંઘવારી તથા બેકારીની ચર્ચા થઇ રહી છે. જેમાં ગુજરાતમાં ડાંગ જિલ્લામાં 1 બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે.  ડાંગ જિલ્લામાં વિધાનસભા બેઠકમાં તમામ વસ્તી મુખ્ય બે પક્ષ ધરાવે છે.

ડાંગ બેઠક

ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU ફક્ત એકવાર અને અને BJPને 2 વાર જીત મળી છે. મળતી માહિતી મુજબ ડાંગ- વાંસદા બેઠક વર્ષ 1975માં અસ્તિત્વમાં આવી હતી. ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. ડાંગ બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનારા નેતા માધુભાઈ ભોય છે. જે પ્રથમવાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ ટર્મ માટે કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતાં.

આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે હતો, જેમાં વિજય પટેલની જીત થઇ હતી. ઉપરાંત 1 ઉમેદવાર BTP અને બાકીના અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.


વર્ષ 1975-2002 સુધી ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું રાજ હતું. કોંગ્રેસના નેતા માધુભાઈ ભોયે વર્ષ 2002 સુધી આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. ભાજપ જો આ બેઠક જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાની તક મળશે. તો બીજી તરફ કૉંગ્રેસનું માળખું નબળું પડશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપના ગઢમાં શું આપ કરી શકશે પ્રવેશ ? જાણો તમામ બેઠકનું રાજકીય ગણિત

Back to top button