ચૂંટણીપંચના આદેશથી 6 DySPની બદલી
- આચાસંહિતાના અમલ માટે ડીજીપીએ યોજી બેઠક
- અધિકારીઓની બદલી કરવા ચૂંટણીપંચે આપી સુચના
ચૂંટણીની જહેરાત થઈ ગઈ છે. તેની સાથે જ રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. તેમજ દરેક રાજકીય નેતાઓના ગુજરાત દોર પણ વધી ગયા છે. તે સાથે જ દરેક પાર્ટી પોતાના પક્ષના ઉમેદવારોની જાહેરાત પણ સમયે-સમયે કરી રહી છે. આવા સમયે ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારે ત્રણ વર્ષ કે તેથી વધુ સમય અથવા ચૂંટણીમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તેવા અધીકારીઓની બદલી કરવાની સૂચના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી હતી.
પરંતુ ગૃહ વિભાગ દ્વારા આ કામગીરી અસરકારક રીતે ન કરવામાં આવી. જેને લઈને ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી હતી. માટે 6 DySPની બદલી કરવાની સૂચના આપતા ગૃહ વિભાગ દ્વારા શનિવારે બદલી કરવામાં આવી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર: બિન-કાશ્મીરીઓ પર ફરી હુમલો ! અનંતનાગમાં મજૂરો પર ફાયરિંગ
જેમાં સુરત એલ ડીવાયએસપી ચિરાગ પટેલની બદલી સુરત સી ડિવિઝન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યોરીટી સુપ્રીટેન્ડન્ટ આર પી ઝાલાની બદલી સુરત એલ ડિવિઝનમાં, અમદાવાદ પશ્ચિમ રેલવેના DySPની બદલી કમાન્ડો ટ્રેંનીગ સેન્ટર ખાતે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ કંટ્રોલ વિભાગના DySP જયેશ બ્રહ્મભટ્ટની બદલી ગાંધીનગર વિઆઇપી સિક્યોરિટી વિભાગમાં કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે DySPએ શનિવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે. તેમજ અન્ય જિલ્લાઓમાં પોલીસ કંટ્રોલ રૂમમાં તૈનાત સ્ટાફને વાયરલેસ સેટ સાથે રહેવા માટે તાકિદ કરવામાં આવે. આ સાથે જ બિનહથિયારી જપ્તી અને વોરંટ બજાવવાની કામગીરી કરવા DySPએ સૂચના આપી હતી.